For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્લૂવ્હેલ ગેમ પર CBSE બોર્ડ અને સરકારે જાહેર કરી માર્ગદર્શિકા

બ્લૂ વ્હેલ ગેમ અંગે સરકાર અને સીબીએસઇ બોર્ડે કરી કડક કાર્યવાહી. સીબીએસઇ બોર્ડે બહાર પાડી માર્ગદર્શિકા. જાણો શું છે આ ગેમ વિગતવાર અહીં.

By Chaitali
|
Google Oneindia Gujarati News

સેલ્ફ ડિસ્ટ્રક્ટિવ બ્લૂ વ્હેલ ચેલેન્જ અત્યારે એક નવી મુસીબત બનીને સામે આવી રહ્યું છે. તમામ પ્રયાસો પછી પણ સરકાર અને શૈક્ષણિક સંસ્થાઓ માટે તે મુશ્કેલી બની રહ્યો છે. ત્યારે આઇટી મંત્રાલય આ પર એક ગાઇડલાઇન જાહેર કરીને તેની સર્કુલર કરી છે. જેમાં કહેવામાં આવ્યા છે કે આની પર સંપૂર્ણ પણે લગામ લાગવી જોઇએ. સીબીએસઇ બોર્ડે પણ આ બાદ એક સર્ક્યૂલર જાહેર કર્યું છે. જેમાં શૈક્ષણિક સંસ્થાઓને આ વસ્તુને બાળકો સુધી પહોંચી રોકવા માટે તમામ સંભવ પ્રયાસો કરવાનું કહ્યું છે.

18000 સ્કૂલો

18000 સ્કૂલો

સીબીએસઇની તરફથી તમામ સ્કૂલોમાં સર્ક્યૂલર જાહેર કરવામાં આવ્યો છે જેમાં બ્લૂ વ્હેલ ચેલેન્જને રોકવા માટે શાળાના તમામ કોમ્પ્યૂટરમાં ફિલ્ટરિંગ, મોનિટરિંગ અને પ્રભાવી એન્ટી વાયરસ સિસ્ટમનો ઉપયોગ કરવાનું જણાવવામાં આવ્યું છે. જેથી વિદ્યાર્થીઓને આવી કોઇ પણ ગેરકાનૂની ગતિવિધિઓને કરતા રોકી શકાય. વધુમાં સરકાર તરફથી તમામ ઇન્ટરનેટ પ્રોવાઇડર્સને બ્લૂ વ્હેલ ચેલેન્જને બ્લોક કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. સીબીએસઇના આ સક્યૂલરમાં બોર્ડથી એફિલિએટ કરેલી દેશની 18000 શાળાઓમાં તેને જાહેર કરવામાં આવ્યો છે.

ઇન્ટરનેટનો સુરક્ષિત ઉપયોગ

ઇન્ટરનેટનો સુરક્ષિત ઉપયોગ

સ્કૂલોને તેવી ગાઇડલાઇન આપવામાં આવી છે કે તે એવી રણનીતિ બનાવે જેના દ્વારા ઇલેક્ટ્રોનિક ડિવાઇઝનો સુરક્ષિત ઉપયોગ સુનિશ્ચિત થઇ શકે અને તેને પોતાના સંસ્થાનમાં લાગુ કરી શકાય. સાથે જ સ્કૂલોમાં સુરક્ષિત શિક્ષણિક માહોલ બનાવીને છાત્રોને આ ગેમથી દૂર રહેવા માટે જાગરૂત કરવાનું પણ કહેવામાં આવ્યું છે.

શું છે બ્લુ વ્હેલ ચેલેન્જ

શું છે બ્લુ વ્હેલ ચેલેન્જ

તમને જણાવી દઇએ કે બ્લૂ વ્હેલ ચેલેન્જ એક ઓનલાઇન ચેલેન્જ આપતી ગેમ છે. જેની શરૂઆતમાં તમારે નાના નાના પડકારો પાર કરવાના હોય છે જેના કારણે શરૂઆતમાં આ ખુબ જ થ્રિલિંગ લાગે છે પણ જાણકારી મુજબ તેના છેલ્લા ચરણમાં ખેલાડીને પોતાનો જીવ આપવો પડે છે. અને આ જ કારણે દુનિયાભરમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.

મેનકા ગાંધી

મેનકા ગાંધી

મહિલા તથા બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ એક પત્રમાં લખ્યું છે કે અત્યાર સુધીમાં આ ચેલેન્જે 100 યુવાનોના પ્રાણ લીધા છે. ગૃહ મંત્રાલયે પણ આઇટી મંત્રાલયને અપીલ કરી છે કે આ ગેમને ઇન્ટરનેટથી હટાવવામાં આવે સાથે જ અપીલ કરી છે કે વાલીઓ પણ પોતાના બાળકો પર નજર રાખે અને મોબાઇલ અને ઇન્ટરનેટમાં તે શું જોઇ રહ્યા છે તે અંગે જાણકારી મેળવતા રહે.

English summary
Blue Whale challenge? CBSE issues strict guidelines to schools. CBSE issues notices to schools to curb the menace of blue whale challenge.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X