For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈકો ફ્રેન્ડલી ફટાકડાથી મનાવો દિવાળી, પ્રદૂષણથી પણ મુક્તિ મળશે

ઈકો ફ્રેન્ડલી ફટાકડાથી મનાવો દિવાળી, પ્રદૂષણથી પણ મુક્તિ મળશે

|
Google Oneindia Gujarati News

ખુશીઓનો તહેવાર દિવાળી આ વખતે ઈકો ફ્રેન્ડલી ફટાકડાથી ગુંજી ઉઠશે. શનિવારે સાયન્સ, ટેક્નોલોજી અને સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને આ ફટાકડાને જનતા માટે ઉપલબ્ધ કરાવવાની ઘોષણા પણ કરી છે. તેમણે કહ્યું કે આનાથી પરંપરાગત ફટાકડાથી થતા પ્રદૂષણથી છૂટકારો મળશે. નેશનલ એનવાયરમેન્ટ ટેક્નોલોજી ઈન્સ્ટીટ્યૂટ, કાઉન્સિલ ઑફ સાયન્ટીફિક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્ચે ચાર પ્રયોગશાળાઓ સાથે મળી પરંપરાગત ફુલઝડી, હંટર, સુથળી બોમ્બ, ચકરી, રોકેટ વગેરે જેવા ફટાકડાઓનું ઈકો ફ્રેન્ડલી વર્ઝન અને નવા ફટાકડાઓની શ્રૃંખલા જાહેર કરી છે.

eco friendly diwali

આ ફટાકડાઓને ક્યૂઆર કોડ અને ગ્રીન લોગોથી સજ્જ કર્યા બાદ જાહેર કરવાાં આવ્યા છે. કોડને સ્કેન કરતા જ ફટાકડાની તમામ વિશેષતાઓ સામે આવી જશે. તેમણે કહ્યું કે નવા ફટાકડાનું ઉત્પાદન અને ઉપલબ્ધતા શરૂ થઈ ગઈ છે. પરંપરાગત ફટાકડાની સ્વીકૃતિ માટે 22 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટની તારીખનો ઈંતેજાર છે.

ડૉ. હર્ષવર્ધને કહ્યું કે દિલ્હી-એનસીઆર સહિત આખા દેશમાં પ્રદૂષણની દ્રષ્ટિએ આ સાર્થક કોશિશ છે. આ ફટાકડાની ખાસિયત એ છે કે તેમાં પરંપરાગત ફટાકડા બનાવવામાં ઉપયોગ થતા બેરિયમ નાઈટ્રેટ નથી.

દર વર્ષે દિવાળી પર દિલ્હી એનસીઆર સહિતના કેટલાય મોટાં શહેર દશેરાથી દિવાળી સુધી ફટાકડા વગેરેને કારણે સ્મૉગથી સંઘર્ષ કરે છે. પાછલા વર્ષે સુપ્રીમ કોર્ટે દિવાળી પહેલા ફટાકડા પર રોક લગાવી દીધો હતો. ફટાકડા સળગાવવાનો સમય પણ બે કલાક જ રાખ્યો હતો. આ ઉપરાંત ફટાકડાના ઉત્પાદન પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. કોર્ટે માત્ર ઈકો ફ્રેન્ડલી ફટાકડાની જ અનુમતિ આપી હતી.

ઈકો ફ્રેન્ડલી ફટાકડા સંબંધિત કોઈપણ પ્રકારની જાણકારી માટે મંત્રાલય દ્વારા જાહેર કરેલ હેલ્પલાઈન નંબર અથવા તો ઈમેલ આઈડી પર સંપર્ક કરી શકો છો. આના માટે ઈમેલ આઈડી [email protected] અને હેલ્પલાઈન નંબર 8617770964 તથા 9049598046 જાહેર કરવામાં આવ્યા છે.

આવો, આ વખતે ઈકો ફ્રેન્ડલી દિવાળી મનાવીએ, જાણો કેવી રીતે?આવો, આ વખતે ઈકો ફ્રેન્ડલી દિવાળી મનાવીએ, જાણો કેવી રીતે?

English summary
celebrate this diwali with eco friendly crackers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X