• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

#Article377: કેન્દ્ર સરકારે એફિડેવિટ ફાઈલ કરી, કહ્યુ સુપ્રિમ કોર્ટ જાતે નિર્ણય કરે

|

સમલૈંગિકતાને ગુનો ગણાતી આઈપીસીની કલમ 377 ની કાયદાકીયતા અંગે સુપ્રિમ કોર્ટમાં બુધવારે પણ સુનાવણી ચાલુ રહી. આ દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી કોર્ટમાં આ મામલે એફિડેવિટ ફાઈલ કરવામાં આવી. સરકાર તરફથી એડિશનલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ એફિડેવિટ આપીને કહ્યુ કે કેન્દ્રએ આ મુદ્દો સુપ્રિમ કોર્ટ પર છોડ્યો છે, કોર્ટ કલમ 377 ની કાયદાકીયતા અંગે પોતાના વિવેકની નિર્ણય લે.

સમલૈંગિકતા પર બુધવારે પણ સુનાવણી ચાલુ

સમલૈંગિકતા પર બુધવારે પણ સુનાવણી ચાલુ

બુધવારે સુનાવણી દરમિયાન ફરિયાદ કર્તાઓ તરફના એડવોકેટ મેનકા ગુરુસ્વામીએ કહ્યુ કે સમલૈંગિકતાથી કોઈના કેરિયર કે પ્રગતિમાં કોઈ ફરક પડતો નથી. સમલૈંગિકોએ સિવિલ સર્વિસ પરીક્ષા, આઈઆઈટી પરીક્ષા અને બીજી મોટા સ્તરની પ્રતિયોગી પરીક્ષાઓ પાસ કરી છે. મેનકા ગુરુસ્વામીએ સુપ્રિમ કોર્ટમાં કહ્યુ કે, "લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ અને ટ્રાન્સજેન્ડર લોકો પણ અદાલત, બંધારણ અને દેશ દ્વારા રક્ષણ માટે લાયક છે. કલમ 377 એલિજિબિલિટી સમુદાયને ભાગીદારીના સમાન અવસરની મનાઈ કરે છે."

કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં ફાઈલ કરી એફિડેવિટ

કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં ફાઈલ કરી એફિડેવિટ

આઈપીસીની કલમ 377 ને રદ કરવાની માંગ અંગેની ફરિયાદો પર સુપ્રિમ કોર્ટના પાંચ જજોની બંધારણીય બેચ સુનાવણી કરી રહી છે. બંધારણીય બેચમાં મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા સાથે જસ્ટીસ આર એફ નરીમન, જસ્ટીસ એ એમ ખાનવિલકર, ડી વાય ચંદ્રચૂડ અને ઈન્દુ મલ્હોત્રા શામેલ છે. મંગળવારથી શરૂ થયેલી સુનાવણીમાં પૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગીએ ફરિયાદકર્તા તરફથી કલમ 377 હટાવવા માટે ચર્ચા શરૂ કરી. રોહતગીએ કહ્યુ કે કલમ 377 માનવાધિકારનું ઉલ્લંઘન કરે છે. આ મુદ્દો માત્ર યૌન પ્રવૃત્તિથી સંબંધિત છે અને આનું જેન્ડર (લિંગ) સાથે કંઈ લેવાદેવા નથી. જેમ જેમ સમાજ બદલાય છે, મૂલ્યો બદલાય છે, નૈતિકતાઓ બદલાઈ જાય છે. આપણે કહી શકીએ છીએ કે 160 વર્ષ જૂના નૈતિક મૂલ્યો શું આજે પણ નૈતિક મૂલ્યો ન હોઈ શકે.

‘સમલૈંગિકતાથી કોઈના કેરિયર પર કંઈ અસર નથી પડતી'

‘સમલૈંગિકતાથી કોઈના કેરિયર પર કંઈ અસર નથી પડતી'

ફરિયાદકર્તાઓ તરફથી અરવિંદ દાતારે કહ્યુ કે 1860 નો કોડ ભારત પર થોપવામાં આવ્યો હતો. તે તત્કાલિન બ્રિટિશ સાંસદની ઈચ્છાનું પણ પ્રતિનિધિત્વ કરતો નહોતો. જો આજે આ કાયદો લાગુ થાય તો તે બંધારણીય રીતે યોગ્ય નહિ ગણાય. આના પર કોર્ટે તેમને કહ્યુ કે તમે અમને વિશ્વાસ અપાવો કે જો આજની તારીખમાં કોઈ આવો કાયદો બનાવવામાં આવે તો તે સ્થાયી નહિ હોય. અરવિંદ દાતારે સુનાવણી દરમિયાન આગળ કહ્યુ કે જો કોઈ વ્યક્તિનું સેક્સ્યુઅલ ઓરિએન્ટેશન અલગ છે તો તેને ગુનો ન ગણી શકાય. તેને કુદરતની વિરુદ્ધ ના માનવુ જોઈએ. સમલૈંગિકતા બિમારી નથી.

પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેચ કરી રહી છે મામલાની સુનાવણી

પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેચ કરી રહી છે મામલાની સુનાવણી

તમને જણાવી દઈએ કે આ પહેલા સોમવારે આ મુદ્દે સુનાવણી દરમિયાન બંધારણીય બેચે કેન્દ્ર સરકારના આ અનુરોધને ફગાવી દીધો હતો કે આ મામલે સંબંધિત યાચિકા પર જવાબ દાખલ કરવા માટે હજુ વધુ સમય જોઈએ. આના પર બંધારણીય બેચે કહ્યુ હતુ કે સુનાવણી સ્થગિત નહિ કરવામાં આવે. ત્યારબાદ આના પર સુનાવણી શરૂ થઈ.

English summary
Center files affidavit says will leave validity of Section 377 to the wisdom of the Supreme Court section 377.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more