ચેક બાઉંસ થયો તો એક મહિનાની અંદર થશે કડક સજા

Subscribe to Oneindia News

નોટબંધીના નિર્ણય બાદ વેપારીઓને રાહત આપવા માટે કેન્દ્ર સરકાર હવે ચેક બાઉંસ થવા પર થનારી સજા કડક બનવવાનું વિચારી રહી છે. આના માટે કેન્દ્ર સરકાર ચેક બાઉંસ થવા પર થનારી સજાને કડક બનાવવા માટેના કાયદામાં બદલાવ કરી શકે છે. સૂત્રો મુજબ ચેક બાઉંસ થવા પર હવે પહેલા કરતા સખત સજા થઇ શકે છે.

arun jetly

ચેક બાઉંસ અંગે નિયમો કડક નહિ

હાલમાં જ વેપારી સંઘે નાણામંત્રી અરુણ જેટલી સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ વેપારીઓએ તેમને પોતાની ફરિયાદ કહી કે ચેક દ્વારા ચૂકવણી લેવામાં તે એટલા માટે અચકાઇ રહ્યા છે કારણ કે જો ચેક બાઉંસ થાય તો તેમણે ઘણી દોડાદોડ કરવી પડે છે અને ચેક બાઉંસ થવા પર હાલના કાયદા પર પર્યાપ્ત નથી. જેના કારણે વેપારી સંઘે અપીલ કરી કે સરકારે સ્થિતિ વધુ સારી બનાવવા માટે નિયમોમાં ફેરફાર કરવો જોઇએ જેનાથી નોટબંધી બાદ વેપારને વધુ સારી રીતે ચલાવી શકાય.

વધુ સુરક્ષાની માંગ

વેપારી વર્ગને ભાજપનું સમર્થક માનવામાં આવે છે પરંતુ નોટબંધીના નિર્ણય બાદ વેપારીઓને ઘણુ નુકશાન વેઠવુ પડ્યુ છે. કેશની અછતને કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. નોટબંધીની છેલ્લી તારીખ 30 ડિસેમ્બર છે જેમાં હવે થોડાક દિવસ બાકી છે. માનવામાં આવી રહ્યુ છે કે વેપારી મોટી સંખ્યામાં ચૂકવણી માટે ચેકનો ઉપયોગ કરશે પરંતુ આના માટે તેઓ સરકાર પાસે વધુ સુરક્ષાની માંગ કરી રહ્યા છે.

બજેટ સત્રમાં આવે શકે છે અધ્યાદેશ

સરકાર સામે પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે કે વેપારીઓ ચેક બાઉંસના કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. માટે તેઓ ઇચ્છે છે કે જો કોઇ ચેક બાઉંસ થાય તો તેને એક મહિનાની અંદર જેલ જવુ પડે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયુ કે સરકાર આ પ્રસ્તાવ માટે તૈયાર છે કે નહિ. પરંતુ સૂત્રો મુજબ કેન્દ્ર સરકાર ચેક બાઉંસ થવા પર સખત સજાનું પ્રાવધાન કરવા જઇ રહી છે. માનવામાં આવી રહ્યુ છે કે આના સંબંધિત વિધેયક બજેટ સત્રમાં લાવવામાં આવી શકે છે.

English summary
Centre to make stringent law against bounce cheque issue. Traders have shown their concern for accepting cheque.
Please Wait while comments are loading...