ચેન્નઇમાં ભારે વરસાદ, સામાન્ય જનજીવન ખોરવાયું

Written By:
Subscribe to Oneindia News

ચેન્નઇમાં હાલ ભારે વરસાદ થઇ રહ્યો છે. જેણે ત્યાંના સામાન્ય જનજીવનને અસ્ત વ્યસ્ત કરી લીધો છે. ગુરુવાર અને શુક્રવારે થયેલી ભારે વર્ષાના કારણે અહીંના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. અને ટ્રાફિકની પણ ભારે સમસ્યા ઊભી થઇ છે. અનેક જગ્યાએ ગુરુવારે રાતે કલાકો સુધી ટ્રાફિક જામ થયેલા જોવા મળ્યા હતા. નીચાના વાળા કેટલાક વિસ્તારોમાં પાણીના લીધી જળમળ થયા છે. ઉલ્લેખનીય છે કે ગુરુવારે સાંજ સુધીમાં ચેન્નઇમાં લગભગ 13.6 સેન્ટીમીટર વરસાદ થયો હતો. તમિલનાડુના સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટે લોકોને જરૂર ના હોય ત્યાં સુધી ઘરમાં જ રહેવાની સલાહ આપી છે. ઉલ્લેખનીય છે કે તમિલનાડુમાં સતત ભારે વરસાદ થઇ રહ્યો છે.

Chennai

સરકારે આ સાથે જ શુક્રવારે તમામ શાળા અને કોલેજ બંધ રાખવાની જાહેરાત પણ કરી છે. ગુરુવારે જ તમિલનાડુના મુખ્યમંત્રી પલાનિસ્વામી અને કેટલાક મંત્રીઓ ચેન્નઇ અને પાસે કાંચીપુરમાં પડેલા ભારે વરસાદથી હેરાન લોકોની સહાયતાના કામ અંગે જાણકારી મેળવી હતી. પલાનિસ્વામીએ આ મામલે એક રિવ્યૂ મીટિંગ પણ કરી હતી.

Rain

નોંધનીય છે કે તમિલનાડુમાં હાલ કેટલાક દિવસોથી ભારે વરસાદ થઇ રહ્યો છે. અને હજી પણ આવનારા દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે દર વર્ષે વરસાદના કારણે શહેરની આવી જ હાલત થાય છે તે અંગે લોકોએ રોષ વ્યક્ત કર્યો છે.

Heavy rain
English summary
chennai heavy rains disrupt normal life schools shut. Read More Here.
Please Wait while comments are loading...