For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ ગામમાં માણસ અને જાનવર, એક જ તળાવનું પાણી પીવા મજબુર

છત્તીસગઢના બલરામપુર જિલ્લાના ગામમાં પાણીની તંગી જોખમી સ્તરે છે. અહીંના લોકો દાવો કરે છે કે પાણીની તંગીને કારણે પ્રાણીઓ અને માણસો એક જ તળાવનું પાણી પીવે છે.

|
Google Oneindia Gujarati News

છત્તીસગઢના બલરામપુર જિલ્લાના ગામમાં પાણીની તંગી જોખમી સ્તરે છે. અહીંના લોકો દાવો કરે છે કે પાણીની તંગીને કારણે પ્રાણીઓ અને માણસો એક જ તળાવનું પાણી પીવે છે. આ પાણી અત્યંત દૂષિત છે. રાપ્તી નદીના કાંઠે ચચાારી ગામમાં કુલ 150 લોકો છે, જેઓ મજૂરી દ્વારા તેમની આજીવિકા ચલાવે છે. અહીં, પાણીની તંગીને કારણે મહિલાઓ અને બાળકોને ઘણા કિલોમીટર દૂર ચાલીને પાણી લાવવું પડી રહ્યું છે.

chhattisgarh

એક મહિલાએ સમાચાર એજન્સી ANI ને કહ્યું કે છેલ્લા ચાર મહિનાથી અમે ગંદુ પાણી પી રહ્યા છીએ. કોઈ નેતા અથવા મંત્રી અમારી સમસ્યાઓ જોવા અથવા સમસ્યાનું નિવારણ કરવા નથી આવી રહ્યા. ચૂંટણી દરમ્યાન જ તેઓ અમારા નજીક આવે છે. દરેક જણ એક જ તળાવમાંથી પાણી પીવે છે. અમારા બાળકો બીમાર પડી રહ્યા છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રના આ ગામમાં મહિલાઓ કઢાવી દે છે ગર્ભાશય, ચોંકાવનારું છે કારણ

લોકોએ કહ્યું કે તેઓએ હાલમાં પ્રશાશનને તેની જાણ કરી હતી પરંતુ તેઓ કઈ જ કરવા માટે તૈયાર નથી. એક ગામના વ્યક્તિએ કહ્યું કે ગામના સરપંચે અમને કહ્યું છે કે તેણે જાહેર આરોગ્ય વિભાગને મૌખિક રીતે માહિતી આપી હતી. વહીવટીતંત્રે હજુ સુધી કોઈ તપાસ કરી નથી. સરપંચ દ્વારા આપવામાં આવેલ જવાબથી તે સ્પષ્ટ છે કે તેઓ યોગ્ય રીતે તેમની ફરજ બજાવતા નથી.

આ પણ વાંચો: હરિયાણામાં 6 મરઘાંઓને જેલમાં પૂરવામાં આવ્યા, જાણો કારણ...

પાણીની અછતને લીધે દેશમાં ઘણા સ્થળોએ લોકો મુશ્કેલીમાં છે. આ સંદર્ભમાં ગુજરાતમાં એશિયાનું સૌથી મોટું સિવિલ હોસ્પિટલ તરીકે ઓળખાતું અમદાવાદ સિવિલ મેડિકલ કોલેજનો મેડિકલ સ્ટાફ પાણીની તંગીથી જજુમી રહ્યા છે. પાણી માટે તેમને ડોલ લઈને લાઈનમાં ઉભા રહેવું પડ્યું હતું. આ હાલત ત્યારે છે, જયારે પીએમ મોદી જાતે આ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરી ચુક્યા છે. અહીં જન સ્વાસ્થ્ય માટે ઘણી સુવિધા પણ શરુ કરવામાં આવી છે પરંતુ હવે પાણીની તંગી છે. કેટલાક લોકો ગુજરાત મોડલને દોષ આપવા લાગ્યા છે.

English summary
chhattisgarh village facing severe water shortage, locals and animals use same pond
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X