For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં ભડકાઉ ભાષણ આપનાર ત્રણેય નેતાઓ પર ભાજપ એક્શન લેઃ ચિરાગ પાસવાન

દિલ્હીમાં ભડકાઉ ભાષણ આપનાર ત્રણેય નેતાઓ પર ભાજપ એક્શન લેઃ ચિરાગ પાસવાન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીના ઉત્તર-પૂર્વી વિસ્તારમાં ભડકેલી હિંસામાં અત્યાર સુધી 38 લોકોના જીવ ચાલ્યા ગયા છે, જ્યારે હિંસાની અલગ અલગ ઘટનાઓમાં 250 લોકો ઘાયલ થયા છે. હિંસાની આ ઘટના બાદ રાજકીય ગરમાવો ચાલુ છે અને વિપક્ષી દળ ભાજપના ત્રણેય નેતા કપિલ મિશ્રા, અનુરાગ ઠાકર અને પ્રવેશ વર્મા પર ભડકાઉ ભાષણ આપવા અને હિંસા ભડકાવવાનો આરોપ લગાવી રહ્યા છે. જ્યારે હવે એનડીએના સહયોગી દળ એલજેપીએ પણ આ ત્રણેય નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ચિરાગ પાસવાને કાર્યવાહી કરવાની માંગ કરી

ચિરાગ પાસવાને કાર્યવાહી કરવાની માંગ કરી

ચિરાગ પાસવાને દિલ્હી હિંસા પર નિવેદન આપતા કહ્યું, ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ દિલ્હીમાં હિંસા ભડકાવવાના દોષી ભાજપના નેતાઓ કપિલ મિશ્રા, પ્રવેશ વર્મા અને અનુરાગ ઠાકુર વિરુદ્ધ આકરી કાર્યવાહી કરે. તેમની વિરુદ્ધ પ્રશાસનિક કાર્યવારી પણ થવી જોઈએ. જણાવી દઈએ કે સોમવારે ઉત્તર પૂર્વી દિલ્હીના ખજૂરી, ચાંદબાગ, મુસ્તફાબાદ, મૌજપુર, બાબરપુર, ઝાફરાબાદ, ગોકુલપુરી અને આસપાસના વિસ્તારોમાં હિંસા ભડકી ઉઠી હતી, જેમાં 38 લોકોના જીવ ચાલ્યા ગયા છે.

તો કદાચ હિંસા ના ફેલાત

તો કદાચ હિંસા ના ફેલાત

ચિરાગ પાસવાને કહ્યું, આ સિલસિલો દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન શરૂ થયો હવે અનુરાગ ઠાકુરે કહ્યું 'ગોળા મારો ગદ્દારોને' જે બાદ ગોળી ચલાવવાની ઘટના અને હિંસા પણ થઈ. હાલમાં જ કપિલ મિશ્રાએ પોલીસ સમક્ષ પ્રદર્શનકારીઓને ધમકી આપી હતી. જો તેમની વિરુદ્ધ તરત કાર્યવાહી કરવામાં આવી હોત તો કદાચ હિંસા ના ફેલાત.

કપિલ મિશ્રાએ શું કહ્યું

કપિલ મિશ્રાએ શું કહ્યું

જ્યારે હિંસા માટે કથિત રીતે સતત જવાબદાર ઠેરવવામાં આવી રહેલ ભાજપના નેતા કપિલ મિશ્રાએ કહ્યું કે મને આતંકવાદી કહેવામાં આવી રહ્યો છે, મને વિલન કહેવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ તાહિરના મુદ્દે કંઈ નથી બોલી રહ્યા. મારા ભાષણમાં કંઈપણ ભડકાઉ નહોતું. તેમાં હિંસાની કોઈ વાત નહોતી. જે લોકો દેશને વહેંચવાની વાત કરી રહ્યા છે અથવા જેમની છત પરથી પેટ્રોલ બોમ્બ મળ્યા છે તેમના પર કોઈ સવાલ નથી ઉઠાવતું.

દિલ્લી હિંસામાં 82 લોકોને ગોળી વાગી, 350 કારતૂસ થયા જપ્તદિલ્લી હિંસામાં 82 લોકોને ગોળી વાગી, 350 કારતૂસ થયા જપ્ત

English summary
chirag paswan demands strict action against bjp leaders for hate speech
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X