For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યૌન શોષણ મામલે પહેલી વાર તપાસ સમિતિ સામે હાજર થયા જસ્ટીસ રંજન ગોગોઈ

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ રંજન ગોગોઈ સામે યૌન શોષણનો આરોપ લગાવનાર મહિલાએ તપાસ પ્રક્રિયામાં શામેલ થવાનો ઈનકાર કરી દીધા બાદ જસ્ટીસ સમિતિ સામે હાજર થયા.

|
Google Oneindia Gujarati News

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ રંજન ગોગોઈ સામે યૌન શોષણનો આરોપ લગાવનાર મહિલાએ જસ્ટીસ ગોગોઈ સામે ચાલી રહેલ તપાસ પ્રક્રિયામાં શામેલ થવાનો ઈનકાર કરી દીધો છે. મહિલાના આ નિર્ણય બાદ જસ્ટીસ ગોગોઈ તપાસ પેનલ સામે હાજર થયા. ત્રણ જજોની પેનલ આ સમગ્ર કેસની તપાસ કરી રહ્યા છે. તેમણે નિર્ણય લીધો છે કે આરોપ લગાવનાર મહિલાના તપાસ પ્રક્રિયામાં શામેલ ન હોવા છતાં પણ આ તપાસ પ્રક્રિયા ચાલુ રહેશે. જો કે આ પેનલમાં હાજર થયા બાદ જસ્ટીસ ગોગોઈની શું પૂછપરછ કરવામાં આવી છે તેની માહિતી હજુ સુધી સામે આવી નથી.

 cji ranjan gogoi

પહેલી વાર હાજર થયા સીજેઆઈ

માહિતી અનુસાર જસ્ટીસ ગોગોઈને મંગળવારે પત્ર મોકલવામાં આવ્યો હતો જેમાં તેમના અપીલ કરવામાં આવી હતી કે તે તપાસ સમિતિ સામે હાજર થાય. આ પહેલી વાર છે જ્યારે તેમણે પોતાના ઉપર લાગેલા યૌન શોષણના આરોપો બાદ જસ્ટીસ ગોગોઈ તપાસ સમિતિ સામે હાજર થયા છે. તમને જણાવી દઈએ કે ત્રણ જજોની આ સમિતિમાં જસ્ટીસ એસ એ બોબડે, ઈન્દિરા બેનર્જી, ઈન્દુ મલ્હોત્રા શામેલ છે. આ પહેલા મંગળવારે જસ્ટીસ ગોગોઈ સામે યૌન શોષણનો આરોપ લગાવનાર મહિલાએ તપાસ પ્રક્રિયામાં શામેલ થવાનો ઈનકાર કરી દીધો હતો.

મહિલાએ તપાસમાં શામેલ થવાનો કર્યો ઈનકાર

તમને જણાવી દઈએ કે 30 એપ્રિલના રોજ મહિલા પોતાના લિખિત પત્ર સાથે સમિતિ સામે પહોંચી અને તેણે જણાવ્યુ હતુ કે છેવટે તેણે યૌન શોષણની ફરિયાદ સાત મહિના બાદ કેમ કરી. મહિલાનું કહેવુ છે કે વકીલ વિના સમિતિની અંદર મને મારો પક્ષ રાખવાનું માનસિક પીડા આપી રહ્યુ હતુ. મહિલાએ નિવેદન જાહેર કરીને કહ્યુ કે તે હવે સમિતિની સુનાવણીમાં ભાગ નહિ લે.

નિયમોનું પાલન નથી થઈ રહ્યુ

પીડિતાનું કહેવુ છે કે ત્રણ જજોની પેનલ વિસાખા ગાઈડલાઈન અનુસાર નક્કી નિયમોનું પાલન નથી કરી રહ્યા. સમિતિની અંદરનું વાતાવરણ ઘણુ ડરામણુ છે, હું ઘણી ડરી ગયેલી હતી કારણકે મને સુપ્રીમ કોર્ટના જજ સવાલ પૂછી રહ્યા હતા અને તે પણ મારા વકીલની ગેરહાજરીમાં, મારી મદદ માટે ત્યાં કોઈ પણ નહોતુ. મહિલાએ એ પણ દાવો કર્યો કે સમિતિ એ વાતનો સ્વીકાર કરવા તૈયાર નથી કે મે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સામે ફરિયાદ નોંધાવી છે. મને એ વાતની આશા હતી કે સમિતિનું વલણ મારા પ્રત્યે સંવેદનશીલ હશે અને જેની મદદથી હું પોતાની આપવીતી તેમની સામે કહી શકીશ. પરંતુ સમિતિનું વલણ એવુ નથી જેનાથી મનેડર ન લાગે, ગભરામણ ન થાય કે મને શોક ન લાગે.

આ પણ વાંચોઃ રાહુલ ગાંધીના પીએમ બનતા જ કરાવીશુ તેમના લગ્નઃ વિજેન્દર સિંહઆ પણ વાંચોઃ રાહુલ ગાંધીના પીએમ બનતા જ કરાવીશુ તેમના લગ્નઃ વિજેન્દર સિંહ

English summary
CJI Ranjan Gogoi appears before probe panel on sexual harassment case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X