શિવસેના-મનસે કાર્યકર્તાઓ વચ્ચે મારામારી

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

મુંબઇ, 3 એપ્રિલ: દક્ષિણ મુંબઇના ઓલ્ડ કસ્ટમ હાઉસની બહાર પોત-પોતાની પાર્ટીના ઉમેદવારોના નામાંકન કરવા માટે પહોંચતાંની સાથે જ શિવસેના અને મનસેના કેટલાક કાર્યકર્તા ગુરૂવારે અંદરો અંદર સામ-સામે આવી ગયા હતા.

શિવસેનાના અરવિંદ સાવંતે દક્ષિણ મુંબઇથી જ્યારે મનસેના આદિત્ય શિરોડકરે દક્ષિણ મધ્ય મુંબઇથી નામાંકન દાખલ કર્યું. પોલીસના અનુસાર બંને પાર્ટીઓના ઓછામાં ઓછા 300 કાર્યકર્તાઓએ લડાઇ શરૂ કરી દિધી. એકબીજાને ઝંડાની દંડીઓ ફટકાર્યા, નારા લગાવ્યા, પથ્થરબાજી કરી અને ખાલી બોટલો ફેંકી.

આ મારજૂઠ દરમિયાન એક મરાઠી સમાચાર ચેનલના એક કેમેરામેનના માથામાં તૂટેલી બોટલ મારવાથી ઇજા પહોંચી છે અને તેને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યો છે. પોલીસે કહ્યું હતુંક એ મારજૂડ બાદ શિવસેના અને મનસેના 12 કાર્યકર્તાઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

raj-uddhav-21

શિવસેના સાંસદ અનિલ દેસાઇ અને સાવંતે ઘટના માટે મનસેને જવાબદાર ગણાવ્યા. તેમણે હિંસાની નિંદા કરી અને અને ઘટનાની તપાસની માંગ કરી. સાવંતે કહ્યું હતું કે મારામારીની 'યોજના બનાવવામાં આવી હતી.' અને તેમને પૂછ્યું હતું કે મનસે કાર્યકર્તા વિસ્તારમાં કેટલી બોટલો લઇને આવ્યા હતા.

આ સાથે જ દેસાઇ ભાજપના પૂર્વ ધારાસભ્ય રાજ પુરોહિત અને શિવસેના નેતા પાંડુરંગ સતપાલે મુંબઇના પોલીસ કમિશ્નર રાકેશ મારિયા સાથે મુલાકાત કરી તેમને ઘટનાની જાણકારી આપી અને આરોપ લગાવ્યો હતો કે વિરોધીઓએ પહેલાં આ યોજના બનાવી હતી. પરંતુ મનસેના ધારાસભ્ય નિતિન સરદેસાઇએ કહ્યું હતું કે ઘટના 'દુર્ભાગ્યપૂર્ણ' છે અને તેનાથી બચી શકાતું હતું.

English summary
Large number of Shiv Sena and MNS workers clashed today outside the Old Custom House in South Mumbai here when respective party candidates Arvind Sawant and Aditya Shirodkar reached there to file their nominations.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X