For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CM કેજરીવાલનો દાવો, CCTV કેમેરા લગાવવામાં વિદેશના શહેરો કરતા પણ દિલ્હી આગળ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે શહેરમાં સીસીટીવી લગાવવામાં દિલ્હી આખી દુનિયામાં નંબર વન પર છે. તેમણે કહ્યુ હતુ કે છેલ્લા સાત વર્ષમાં અમારી સરકારે દિલ્હીમાં 2.75 લાખ સીસીટીવી કેમેરા લગાવ્યા છે અને આ

|
Google Oneindia Gujarati News

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે શહેરમાં સીસીટીવી લગાવવામાં દિલ્હી આખી દુનિયામાં નંબર વન પર છે. તેમણે કહ્યુ હતુ કે છેલ્લા સાત વર્ષમાં અમારી સરકારે દિલ્હીમાં 2.75 લાખ સીસીટીવી કેમેરા લગાવ્યા છે અને આ મામલામાં તો આપણે લંડન, ન્યૂયોર્ક અને પેરિસ કરતા પણ આગળ નિકલી ગયા છે. કોઈ પણ શહેરમાં એક માઈલના રેડિયસમાં લાગેલા કેમેરાની ગણતરી કરવામાં આવે તો દિલ્હી દુનિયામાં નંબર વન છે.

Arvind Kejriwal

કેજરીવાલે કહ્યુ હતુ કે એક સંસ્થાએ કરેલા સર્વે પ્રમાણે દિલ્હીમાં દરેક ચોરસ માઈલમાં 1826 સીસીટીવી કેમેરા લાગેલા છે. બીજા ક્રમે લંડન છે જ્યાં 1138 કેમેરા પ્રતિ ચોરસ માઈલ લાગેલા છે. જ્યારથી કેમેરા લાગ્યા છે ત્યારથી મહિલાઓની સુરક્ષામાં વધારો થયો છે. પોલીસને પણ કોઈ પણ અપરાધને સોલ્વ કરવામાં મદદ મળી રહી છે.

તેમણે એલાન કર્યુ હતુ કે, દિલ્હીમાં હજી 1.40 લાખ કેમેરા બીજા પણ લાગવાના છે. લોકો જાણે છે કે, કેન્દ્ર સરકારે કેમેરા લગાવવા માટે કેટલા વિઘ્નો ઉભા કર્યા હતા. ભારત સરકારની જ કંપની ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ કેમેરા લગાવી રહી છે અને તેની ગુણવત્તા બહુ સારી છે. ખરાબ કેમેરા તરત જ રિપેર કરી દેવામાં આવે છે.કેમેરામાં 30 દિવસનુ રેકોર્ડિંગ રહે છે. સત્તાવાર રીતે નિમાયેલા લોકો કેમેરાનુ રેકોકર્ડિંગ સતત જોતા રહે છે અને આ કેમેરા રાત્રે પણ કામ કરે છે.

English summary
CM Kejriwal claims that Delhi is ahead of foreign cities in installing CCTV cameras
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X