For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોઈમ્બતૂર રેપ પીડિતાનો દાવો - ગેરકાયદે રીતે કરવામાં આવ્યો 'ટૂ-ફિંગર ટેસ્ટ', અધિકારીઓ પર લગાવ્યો મોટો આરોપ

રેપ પીડિતાએ દાવો કર્યો છે કે બળાત્કારની પુષ્ટિ કરવા માટે એકેડમીમા મેડીકલ અધિકારીઓએ તેનો ગેરકાયદે 'ટૂ-ફિંગર ટેસ્ટ' કર્યો.

|
Google Oneindia Gujarati News

કોઈમ્બતૂરઃ તમિલનાડુમાં ભારતીય વાયુસેના(આઈએએફ)ની ટ્રેનિંગ કૉલેજમાં કથિત રીતે રેપ પીડિતાએ દાવો કર્યો છે કે બળાત્કારની પુષ્ટિ કરવા માટે એકેડમીમા મેડીકલ અધિકારીઓએ તેનો ગેરકાયદે 'ટૂ-ફિંગર ટેસ્ટ' કર્યો. પીડિતાએ એ પણ આરોપ લગાવ્યે કે ટ્રેનિંગ સેન્ટરના અમુક અધિકારીઓએ તેને ફરિયાદ પાછી લેવા માટે મજબૂર કરવાનુ વલણ અપનાવ્યુ. કોઈમ્બતૂરની અધિક મહિલા કોર્ટમાં આજે આ કેસમાં સુનાવણી થઈ. તમને જણાવી દઈએ કે ભારતમાં રેપની પુષ્ટિ માટે 'ટૂ-ફિંગર ટેસ્ટ'ને ગેરકાયદે ગણાવીને વર્ષ 2013માં જ બંધ કરી દેવામાં આવ્યો હતો.

rape

28 વર્ષીય રેપ પીડિતાને 20 સપ્ટેમ્બરે પોતાની સાથે થયેલા દુષ્કર્મની ફરિયાદ તમિલનાડુના કોઈમ્બતૂર પોલિસમાં કરી હતી. એફઆઈઆર મુજબ એરફોર્સ મહિલા અધિકારીનો દાવો છે કે ટ્રેનિંગ સેન્ટરમાં પુરાવા સાથે પણ છેડછાડ કરવામાં આવી છે. તમિલનાડુના કોઈમ્બતૂર જિલ્લાના વાયુસેના પ્રશાસનિક કૉલેજમાં પરિસરમાં તેની સાથે બળાત્કાર કરવામાં આવ્યો હતો. 9 સપ્ટેમ્બરે 29 વર્ષીય ફ્લાઈટ લેફ્ટનન્ટે તેના ક્વાર્ટરમાં તેનો રેપ કર્યો. તે ઉપરાંત પીડિત મહિલાએ કૉલેજ અધિકારીઓ પર પણ ઘણા આરોપ લગાવ્યા છે.

મહિલાનો દાવો છે કે દુષ્કર્મ બાદ અધિકારીઓએ તેમને કહ્યુ કે જો તે પગની ઘૂંટીનો દુઃખાવો(રેપના કલાકો પહેલા થયેલી ઈજા)સહી શકે છે તો કૉલેજ પરિસરમાં પોતાના રેપિસ્ટને જોવાની પીડાને પણ સહી શકે છે. વળી, બીજી તરફ આઈએએફે મહિલા અધિકારી દ્વારા લગાવવામાં આવેલા આરોપોને ફગાવી દીધા છે. પ્રવકતા તરફથી કહેવામાં આવ્યુ છે કે મામલો અત્યાર વિચારાધીન છે તેના પર કોઈ ટિપ્પણી અમે આપવા માંગતા નથી. તમને જણાવી દઈએ કે આરોપીના વકીલ અને આઈએએફના આરોપીની કસ્ટડી ભારતીય વાયુસેનાને ટ્રાન્સફર કરવાની માંગ કરી.

English summary
Coimbatore rape victim claim that Two-finger test' done illegally.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X