નારાજ ગિરિરાજ સિંહ ટિકીટ પરત આપશે!

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 14 માર્ચ: ભારતીય જનતા પાર્ટીમાં ટિકીટ વહેચણીને લઇને ધમાસાણ મચેલ છે. ભાજપના નેતાઓએ પાર્ટી હાઇકમાંડ પર રાજ્યના નેતાઓની ભલામણને નજરઅંદાજ કરવાનો આરોપ લગાવ્યો છે. ગિરિરાજ સિંહે ખુલીને પોતાની નારાજગી વ્યક્ત કરતાં પોતાની ટિકીટ પરત આપી શકે છે. તેમને બિહારના બેગૂસરાયના બદલે નવાદાથી ટિકીટ આપવામાં આવતાં તેમણે નારાજગી વ્યક્ત કરી છે.

ભાજપે ભારે માથાકૂટ બાદ 75 ઉમેદવારોની યાદી જાહેર કરી દિધી છે, પરંતુ વિવાદને અટકાવી શકાયો નથી. પહેલાંથી જ તઘલખી વલણમાં દેખાઇ રહ્યાં હતા. ગિરિરાજને આ વાત પસંદ ન આવી કે તેમને બેગૂસરાયના બદલે નવાદાથી ટિકીટ આપવામાં આવી.

નવાદાથી ભાજપના ઉમેદવાર બનાવવામાં આવતાં ગિરિરાજ સિંહે કહ્યું હતું કે તે નારાજા છે, કારણ કે તેમની સીટના બદલતાં પહેલાં કોઇપણ જાતની ચર્ચા કરવામાં આવી ન હતી. તેમને વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હતા.

giriraj

ભાજપે સારણથી રાબડી દેવી વિરૂદ્ધ રાજીવ પ્રતાપ રૂડીને ટિકીટ આપી છે. ગિરિરાજ સિંહને નવાદાથી શાહનવાઝ હુસૈનને ભાગલપુરથી ભાજપે ટિકીટ આપી છે. આ ઉપરાંત કીર્તિ આઝાદને દરભંગાથી ટિકીટ મળી છે. બિહારમાં ભાજપે હજુ સુધી વધુ આઠ સીટો પર ઉમેદવારો જાહેર કરવાના છે.

ચાલીસમાં સાત સીટ ભાજપે એલજેપીને આપી દિધી છે. બિહારમાં જેડીયૂ છોડનારા ભાજપની મહેરબાની, સાંસદ સુશીલ સિંહને ઔરંગાબાદથી અને વિજય કુમાર કુશવાહાને મધેપુરાથી ટિકીટ આપી છે.

હવે વિરોધ અને નારાજના આ વચનોથી ફક્ત ભાજપને જ નહી, પરંતુ મોદીના મિશન 272ને પણ ઝટકો લાગી શકે છે. તેને પુરું કરવા માટે બિહારમાં ભાજપનું પ્રદર્શન સારું હોય એમ એકદમ જરૂરી માનવામાં આવે છે.

English summary
Commotion in BJP over ticket distribution Giriraj Singh angry.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X