For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઈન્ટરવ્યુની 2014 સાથે તુલના, જાણો શું છે ફરક

પ્રધાનમંત્રીના આ ઈન્ટરવ્યુની તુલના 2014ના ઈન્ટરવ્યુ સાથે કરીએ તો ઘણી રીતે અલગ હતો.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની સરકારના કાર્યકાળના અંતિમ વર્ષે આ વર્ષનો પહેલો ઈન્ટરવ્યુ આપ્યો હતો. નવા વર્ષના પ્રસંગે પીએમ મોદીનો ઈન્ટરવ્યુ તમામ મીડિયામાં છવાયેલો રહ્યો. આ ઈન્ટરવ્યુ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ તમામ મુદ્દાઓ પર ખુલીને વાત કરી અને ઘણા સવાલોના જવાબ આપ્યા. પ્રધાનમંત્રીએ આ ઈન્ટરવ્યુ એએનઆઈના એડિટર સ્મિતા પ્રકાશને આપ્યો હતો. જેમાં તેમણે રામ મંદિર, રાફેલ ડીલ, આગામી ચૂંટણી સહિત તમામ મુદ્દાઓ પર ખુલીને વાત કરી. પરંતુ જો પ્રધાનમંત્રીના આ ઈન્ટરવ્યુની તુલના 2014ના ઈન્ટરવ્યુ સાથે કરીએ તો ઘણી રીતે અલગ હતો.

2019માં પીએમનું નિવેદન

2019માં પીએમનું નિવેદન

1 જાન્યુઆરી, 2019ના રોજ પીએમે પોતાના ઈન્ટરવ્યુમાં એ વાત કહી કે ભાજપની સરકાર એક વાર ફરીથી બનશે. પરંતુ વખતના ઈન્ટરવ્યુમાં પીએમ મોદીના નિવેદનમાં અતિઆત્મવિશ્વાસ જોવા મળ્યો નહિ. જો કે તેમણે એ જરૂર કહ્યુ કે જો કોઈ નેતૃત્વ પર લોકોને ભરોસો છે તો તે ભાજપનું નેતૃત્વ છે. પરંતુ 2014ના પીએમ મોદીના ઈન્ટરવ્યુની તુલના કરીએ તો આ વખતે પીએમ બચાવની મુદ્રામાં જોવા મળ્યા જ્યારે 2014માં તે આક્રમક મુદ્દામાં જોવા મળ્યા હતા.

પીએમનો મોટો પડકાર

પીએમનો મોટો પડકાર

પીએમ મોદીના 2014 અને 2019ના ઈન્ટરવ્યુમાં જે સૌથી મોટો ફરક છે તે એ કે 2014માં પીએમ મોદીએ તથ્યોના આધારે યુપીએ સરકારની નિષ્ફળતાઓ ગણાવી હતી જ્યારે 2019માં આપેલા ઈન્ટરવ્યુમાં પીએમ એ કોશિશ કરી રહ્યા હતા કે તો પોતાના કામોને સામે રાખે. પીએમ મોદીને આ વખતે લોકોની ટીકાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ જ્યાં ગઈ ચૂંટણીમાં તેમણે લોકોને સારા વિકલ્પ આપવાની વાત કહી હતી ત્યાં આ વખતે પીએમ એ કોશિશ કરતા જોવા મળ્યા કે હજુ પણ એ વિકલ્પ પર ભરોસો કરી શકાય છે.

2014-2019માં આ છે સમાનતા

2014-2019માં આ છે સમાનતા

જો કે 2014 અને 2019માં પ્રધાનમંત્રી મોદી માટે એક વાત સમાન છે અને તે એ કે ગઈ લોકસભા ચૂંટણીની જેમ આ વખતની ચૂંટણીમાં પણ વિપક્ષ પ્રધાનમંત્રીના ચહેરાની શોધ કરી રહ્યુ છે. વિપક્ષ પાસે હજુ પણ એવો કોઈ ચહેરો નથી જે સીધી રીતે પ્રધાનમંત્રીને પડકારી શકે. જે રીતે 2018માં ત્રણ રાજ્યોમાં ભાજપને હારને સામનો કરવો પડ્યો, તે બાદ ભાજપની સ્થિતિમાં ઘણો બદલાવ આવ્યો છે જેના કારણે આગામી ચૂંટણીમાં એકતરફી પરિણામની અપેક્ષા ઘટી ગઈ છે.

આ પણ વાંચોઃ રાફેલ ડીલ પર રાહુલે પીએમ મોદીને પૂછ્યા 4 સવાલ, કહ્યુ -થશે 'ઓપન બુક પરીક્ષા'આ પણ વાંચોઃ રાફેલ ડીલ પર રાહુલે પીએમ મોદીને પૂછ્યા 4 સવાલ, કહ્યુ -થશે 'ઓપન બુક પરીક્ષા'

English summary
Comparing Modi’s 2014 and 2019 interviews: Then a challenger, now the ruler.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X