For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રજ્ઞા સિંહ, સાધ્વીના વેશમાં રાવણ છે: કમ્પ્યુટર બાબા

લોકસભા ચૂંટણી 2019 સોમવારે મતદાનનો પાંચમો તબક્કો પૂરો થયો દેશમાં 7 રાજ્યોની 51 લોકસભા સીટો પર મતદાન કરવામાં આવ્યું.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી 2019 સોમવારે મતદાનનો પાંચમો તબક્કો પૂરો થયો દેશમાં 7 રાજ્યોની 51 લોકસભા સીટો પર મતદાન કરવામાં આવ્યું. છઠ્ઠા તબક્કાનું મતદાન 12 મેં દરમિયાન કરવામાં આવશે. આ તબક્કામાં ભોપાલ લોકસભા સીટ માટે પણ મતદાન થશે. મધ્યપ્રદેશની સૌથી ચર્ચિત સીટમાં એક ભોપાલ સીટ પર ભાજપ ઉમેદવાર પ્રજ્ઞા સિંહ ઠાકુર અને કોંગ્રેસ ઉમેદવાર દિગ્વિજય સિંહ વચ્ચે ટક્કર છે. પ્રજ્ઞા સિંહ ઠાકુર જ્યાં એક તરફ શહીદ હેમંત કરકરે પર આપેલા વિવાદિત નિવેદનને કારણે ચર્ચામાં છે. એટલું જ નહીં પરંતુ વિરોધીઓ પણ તેમના પર પ્રહાર કરી રહ્યા છે.

આ પણ વાંચો: તેજ બહાદુર યાદવનો વીડિયો, 50 કરોડ આપો તો મોદીને મારી નાખીશ

પ્રજ્ઞા સિંહ ઠાકુર અંગે આપત્તીજનક ટિપ્પણી

પ્રજ્ઞા સિંહ ઠાકુર અંગે આપત્તીજનક ટિપ્પણી

પ્રજ્ઞા સિંહ ઠાકુર અંગે આપત્તીજનક ટિપ્પણી કરવામાં હવે કમ્પ્યુટર બાબા પણ જોડાઈ ગયા છે. કમ્પ્યુટર બાબા કોંગ્રેસ ઉમેદવાર દિગ્વિજય સિંહના સમર્થનમાં ખુલીને આવ્યા છે, જયારે વિધાનસભા ચૂંટણી 2018 પહેલા કમ્પ્યુટર બાબા ભાજપ સાથે હતા. હવે લોકસભા ચૂંટણી 2019 દરમિયાન તેઓ કોંગ્રેસના ગુણગાન કરી રહ્યા છે.

ભાજપે સાધ્વી પ્રજ્ઞાને ટિકિટ આપીને બલીનો બકરો બનાવી

ભાજપે સાધ્વી પ્રજ્ઞાને ટિકિટ આપીને બલીનો બકરો બનાવી

કમ્પ્યુટર બાબાએ સાધ્વી પ્રજ્ઞાની તુલના રાવણ સાથે કરીને કહ્યું કે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં ધર્મ અને અધર્મની લડાઈ થઇ રહી છે. સાધુના કપડાં પહેરવાથી અથવા વેશ ધારણ કરવાથી કોઈ સાધુ નથી બની જતું. રાવણે પણ સાધુનો વેશ ધારણ કરીને સીતાનું હરણ કર્યું હતું. કર્મ કરવાથી સાધુ બનાય છે, ચૂંટણી લડવાથી નહીં. કમ્પ્યુટર બાબાએ એવું પણ કહ્યું છે કે ભાજપે સાધ્વી પ્રજ્ઞાને ટિકિટ આપીને બલીનો બકરો બનાવ્યો છે.

સાત હજાર સંતો સાથે ડેરો જમાવ્યો

સાત હજાર સંતો સાથે ડેરો જમાવ્યો

પ્રજ્ઞા સિંહ ઠાકુર સામે કમ્પ્યુટર બાબાએ મોરચો ખોલી નાખ્યો છે. તેમને પોતે કોંગ્રેસ ઉમેદવારના સમર્થનમાં 7 હજાર સાધુ સંતો સાથે ભોપાલના કોહેફીઝા સ્થિત સેફિયા કોલેજ ગ્રાઉન્ડમાં ડેરો જમાવી દીધો છે. કમ્પ્યુટર બાબા 7 થી 9 મેં સુધી દિગ્વિજય સિંહની જીત માટે ત્યાં તપ કરશે. તપના સમાપન પર ભોપાલમાં સંત સમાજ ઘ્વારા દિગ્વિજય સિંહના સમર્થનમાં રોડ શૉ કાઢવામાં આવશે.

English summary
Computer BaBa compare Sadhvi pragya singh thakur with ravan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X