ઓગસ્ટા વેસ્ટલેન્ડઃ મિશેલને લઈ ઈડીના દાવા પર કોંગ્રેસનો પલટવાર

ઓગસ્ટા વેસ્ટલેન્ડઃ ઈડીના દાવા પર કોંગ્રેસનો પલટવાર

નવી દિલ્હીઃ ઈડીએ કોર્ટમાં કહ્યું હતું કે ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર ડીલ મામલામાં વચેટિયા ક્રિશ્ચિયન મિશેલે સોનિયા ગાંધીનું નામ લીધું છે. ઈડીના આ નિવેદન બાદ હવે રાજકીય ઘમાસાણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસના નેતા આનંદ શર્માએ કહ્યું કે રાજ્યની એજન્સિઓ બેશર્મી પર ઉતરી આવી છે. સીબીઆઈનો સફાયો થઈ ગયો છે, ઈડી પાસે કોઈ વિશ્વસનીયતા નથી બચી.

agustawestland

આની સાથે જ શર્માએ કહ્યું કે આ એક્શન સરકારના આખરી દિવસોમાં લેવામાં આવી હતી. તેમણે કહ્યું કે એજન્સીએ કાયદા મુજબ કાર્ય કરવું જોઈએ. કોઈ સબુત બનાવવામાં નથી આવી રહ્યાં. શર્માએ કહ્યું કે ક્રિશ્ચિયન મિશેલે ઈટાલિયન લેડીના દીકરા વિશે વાત કહી હતી કે મેં આજ સુધી જે કંઈપણ સાંભળ્યું છે તેનાથી બકવાસ કંઈ નથી સાંભળ્યું અને તે પણ ઈડી તરફથી જેવી રીતે અદાલતમાં દાવો કરવામાં આવ્યો છે. તેમણે મોદી સરકાર પર દુર્ભાવનાપૂર્ણ કામ કરવાનો આરોપ લગાવ્યો છે.

જ્યારે ક્રિશ્ચિયન મિશેલ તરફથી સોનિયા ગાંધીનું નામ લેવા પર આરપીએન સિંહે કહ્યું કે મિશેલ પર એક વિશેષ પરિવારનું નામ લેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. ઈડીએ અદાલતને જણાવ્યું કે માઈકલે ઈટાલીની મહિલાના દીકરા વિશે પણ જણાવ્યું છે જે દેશના પ્રધાનમંત્રી હશે. ઈડીએ કહ્યું કે માઈકલે આ વાતનો પણ ખુલાસો કર્યો છે કે કેવી રીતે એચએએલ સાથેથી ડીલ છીનવીને ટાટાને આપી દેવામાં આવી.

આ પણ વાંચો- ઓગસ્ટા વેસ્ટલેન્ડઃ ઈડીએ કોર્ટમાં કહ્યુ - મિશેલે લીધુ મિસીઝ ગાંધીનું નામ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X