આતંકી જેવા દેખાય છે પીએમ મોદી: કોંગ્રેસી નેતા

કોંગ્રેસી નેતા અને પૂર્વ સાંસદ વિજયાશાંતિએ પોતાના ભાષણમાં પીએમ મોદીને આતંકવાદી બનાવી દીધા.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે તેલંગાણાના શમશાદબાદમાં એક રેલીને સંબોધિત કરી. આ રેલીમાં રાહુલ ગાંધીના ભાષણ પહેલા કોંગ્રેસી નેતા અને પૂર્વ સાંસદ વિજયાશાંતિએ પોતાના ભાષણમાં પીએમ મોદીને આતંકવાદી બનાવી દીધા. તેમને પીએમ મોદીએ પર નિશાનો સાધતાં કહ્યું કે બધા જ લોકો પીએમ મોદીએ ગભરાયેલા છે. તેઓ ખબર નહીં ક્યારે બૉમ્બ ફેંકી દેશે. આ રેલીમાં રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે પીએમ મોદી બે ઇન્ડિયા બનાવી રહ્યા છે, એક ઇન્ડિયા ગરીબો માટે અને બીજું અમીરો માટે.

congress

તેલંગણા પ્રદેશ કમિટીની સ્ટાર પ્રચારક વિજયા શાંતિએ તેલંગાણાના શમશાદબાદમાં એક રેલીને સંબોધિત કરી અને કહ્યું કે આજે બધા જ લોકો આ વાતથી ગભરાઈ રહ્યા છે કે ક્યારે મોદી બૉમ્બ ફેંકી દેશે. તે એક આતંકવાદી જેવા દેખાય છે. લોકોને પ્રેમ કરવાને બદલે તેઓ તેમને ગભરાવી રહ્યા છે. આ પ્રકારના પ્રધાનમંત્રી નહીં હોવા જોઈએ.

આ પણ વાંચો: ભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં નિર્ણય, આ સીટ પરથી ચૂંટણી લડશે પીએમ મોદી

રાહુલ ગાંધીએ કહ્યું કે આખો દેશ પ્રધાનમંત્રી પાસે અપેક્ષા રાખે છે. ઉત્તરપ્રદેશના ભાજપના એક ધારાસભ્યએ એક મહિલા પર બળાત્કાર કર્યો હતો, તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. મોદીએ આ વિશે કંઇક કહ્યું ન હતું. તેમણે તેમના સાંસદો અને ધારાસભ્યોને એક સંદેશ મોકલ્યો છે કે જે પણ તમે ઇચ્છો તે કરો, તમને જે જોઈએ તે કરો. મોદીના નવા ભારતમાં મહિલાઓ બહાર જઈ શકશે નહીં. મહિલાઓ ડરીને જીવી રહી છે. અમારી સરકાર આવશે તો અમે મહિલાઓને આરક્ષણ આપીશુ.

રાહુલ ગાંધીએ કહ્યું કે જો મોદી સાચા દેશભક્ત હતા, તો દેશમાં નફરત ફેલાશે નહીં. શું દેશભક્ત તેમના દેશમાં ધિક્કાર ફેલાવી શકે? રાફેલના પૈસા ચોરી અને અનિલ અંબાણીને આપી દેવું જોઈએ? જયારે પુલવામાં હુમલો થયો ત્યારે પીએમ મોદી શૂટ કરી રહ્યા હતા. આજ છે ભાજપ અને મોદીની દેશભક્તિ, આપણા જવાન શહીદ થાય છે અને મોદી સાઢા ત્રણ કલાક નાવડી પર બેસીને ફિલ્મ બનાવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X