કોંગ્રેસ વિધાયકનું વિવાદિત નિવેદન, મોદીને કહ્યું 'ડેન્ગ્યુ મચ્છર'

મહારાષ્ટ્રમાં સોલાપુર કોંગ્રેસ વિધાયક પ્રણિતી શિંદે ઘ્વારા પીએમ મોદી અંગે એક વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે.

મહારાષ્ટ્રમાં સોલાપુર કોંગ્રેસ વિધાયક પ્રણિતી શિંદે ઘ્વારા પીએમ મોદી અંગે એક વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે. એક જનસભામાં કોંગ્રેસ વિધાયક પ્રણિતી શિંદેએ પીએમ મોદીને ડેન્ગ્યુના એક નવા મચ્છર ગણાવ્યા. તેની સાથે સાથે કોંગ્રેસ વિધાયક પ્રણિતી શિંદેએ સ્થાનીય ભાજપ સાંસદ માટે પણ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો. કોંગ્રેસ વિધાયક પ્રણિતી શિંદેએ સ્થાનીય ભાજપા સાંસદ શરદ બસોડેને શરાબી ગણાવ્યા.

આ પણ વાંચો: RSS માટે મોદી શિવલિંગ પર બેઠેલા વીંછી સમાન: શશી થરૂર

આપણા દેશમાં એક નવો ડેન્ગ્યુ મચ્છર પેદા થયો છે

આપણા દેશમાં એક નવો ડેન્ગ્યુ મચ્છર પેદા થયો છે

કોંગ્રેસ વિધાયક પ્રણિતી શિંદેએ 24 ઓક્ટોબરે એક સાર્વજનિક કાર્યક્રમમાં બોલતા કહ્યું કે આપણા દેશમાં એક નવો ડેન્ગ્યુ મચ્છર પેદા થયો છે. આ મચ્છરનું નામ મોદી બાબા છે. તેને કારણે બધાને બીમારી થઇ રહી છે. તેને ખોટું બોલવાની બીમારી લાગી છે, હું મોંઘવારી ઓછી કરીશ, તમારા ખાતામાં 15 લાખ રૂપિયા જમા કરાવીશ. પ્રણિતી શિંદેએ આગળ કહ્યું કે કીટનાશકનો છાંટો અને આવનારા સમયમાં તેને સત્તાથી બહાર ફેંકો.

ભાજપા સાંસદ શરદ બસોડેને શરાબી ગણાવ્યા

ભાજપા સાંસદ શરદ બસોડેને શરાબી ગણાવ્યા

એટલું જ નહીં પરંતુ કોંગ્રેસ વિધાયક પ્રણિતી શિંદેએ ભાજપા સાંસદ શરદ બસોડેને શરાબી ગણાવ્યા. તેમને કહ્યું કે આ જિલ્લાના વિકાસ માટે ભાજપા નેતાઓએ એક પૈસાનો પણ ખર્ચ નથી કર્યો. સરકારે આ જિલ્લા માટે જે બે નેતાઓ આપ્યા છે તેઓ અંદર અંદર લડતા રહે છે, જેમાંથી એક તો શરાબી છે. પ્રણિતી શિંદે ઘ્વારા આપવામાં આવેલા નિવેદનો પર શરદ બસોડે ઘ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે કે રેવ પાર્ટીઓમાં પકડાઈ જનાર લોકો કયા મોઢેથી મારા પર પ્રહાર કરી રહ્યા છે.

મેં મોઢું ખોલ્યું તો, તે સોલાપુરમાં કોઈને મોઢું બતાવવાને લાયક નહીં રહે

મેં મોઢું ખોલ્યું તો, તે સોલાપુરમાં કોઈને મોઢું બતાવવાને લાયક નહીં રહે

ભાજપા સાંસદ ઘ્વારા જણાવવામાં આવ્યું કે જે લોકો રેવ પાર્ટીમાં પકડાઈ છે તેમને મારા વિશે બોલવાનો કોઈ હક નથી. મને ખબર છે તે મુંબઈમાં શુ કરે છે, જો મેં મોઢું ખોલ્યું તો તે સોલાપુરમાં કોઈને મોઢું બતાવવાને લાયક નહીં રહે. આ તેને છેલ્લી ચેતવણી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X