For Quick Alerts
For Daily Alerts
કોંગ્રેસે ખુર્શીદના રાજીનામાની માંગ ફગાવી
નવી દિલ્હી, 14 ઑક્ટોબર : આજે કેન્દ્રીય કાયદા પ્રધાન સલમાન ખુર્શીદને પીઠબળ પુરું પાડતા કોંગ્રેસે ખુર્શીદની એનજીઓ સામે અરવિંદ કેજરીવાલે લગાવેલા ગેરરીતિઓના આરોપોને ફગાવી ખુર્શીદના રાજીનામાની માગણીને ફગાવી દીધી છે.
આ અંગે કોંગ્રેસના પ્રવક્તા મનીષ તિવારીએ જણાવ્યું કે "કોઇને પણ ખોટા દાવાઓને આધારે દોષિત ઠેરવી શકાય નહીં. જ્યાં સુધી કોર્ટ તેનો નિર્ણય સંભળાવે નહીં, ત્યાં સુધી બધાને સમાન રક્ષણનો અધિકાર છે. દોષિત ના ઠેરવાય ત્યાં સુધી તેઓ નિર્દોષ છે."
તેમણે જણાવ્યું કે "કેગને ખુર્શીદની એનજીઓમાં ગેરરીતિઓ જોવા મળી હોય તેવો કોઇ રિપોર્ટ નથી. દરેક આરોપોને ન્યાયિક તપાસમાં જવા દેવા જોઇએ."