For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈટલીમાં કોરોના વાયરસથી 17ના મોત, 85 ભારતીય વિદ્યાર્થીઓએ મદદ માટે પુકાર લગાવી

ઈટલીમાં કોરોના વાયરસથી 17ના મોત, 85 ભારતીય વિદ્યાર્થીઓએ મદદ માટે પુકાર લગાવી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોરોના વાયરસનો ખતરો હવે ચીનથી ઈટલી, દક્ષિણ કોરિયા અને ઈરાન જેવા દેશોમાં વધતો જઈ રહ્યો છે. ઈટલીમાં અત્યાર સુધી 17 લોકોના મોત થઈ ગયાં છે. જ્યારે કેટલાય હજી પણ સંક્રમિત છે. આ દરમિયાન અહેવાલ આવ્યા છે કે ઉત્તરી ઈટલીના પાવિયા શહેરમાં ફસાયેલ 85 ભારતીય વિદ્યાર્થીઓએ મદદ માટે પુકાર લગાવી છે. જેમાંથી કેટલાક ભારત વાપસી માટે ટિકિટ બુક કરાવી હતી, પરંતુ નવા મામલાને જોતા વિમાનોને રદ્દ કરી દેવામાં આવ્યાં.

Coronavirus

ટાઈમ્સના રિપોર્ટ મુજબ યૂનિવર્સિટી ઑફ પાવિયાના એન્જીનિયરિંગ ડિપાર્ટમેન્ટના એક સ્ટાફ કોરોનાથી સંક્રમિત થયા બાદથી વિદ્યાર્થીઓ ડરના છાંયડા હેઠળ રહેવા માટે મજબૂર છે. અત્યાર સુધીમાં 15 સ્ટાફને અલગ અલગ કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. અહીં ઈન્ટરનેશનલ બિઝનેસ અને આત્રપ્રન્યોરશિપનો અભ્યાસ કરી રહેલ બેંગ્લોરની અંકિતાએ કહ્યું, અમારામાંથી અડધા વિદ્યાર્થીઓએ પરત જવા માટે ટિકિટ બુક કરાવી હતી પરંતુ દરરોજ ફ્લાઈટ રદ્દ કરવામાં આવી રહી છે અને નવી ટિકિટો ઘણી મોંઘી થઈ ગઈ છે.

આ 85 ભારતીય વિદ્યાર્થીઓમાં 25 તેલંગાણા, 20 કર્ણાટક, 15 તમિલનાડુ, 4 કરેળ, દિલ્હીથી 2 અને રાજસ્થાન, ગુરુગ્રામ અને દેહરાદૂનથી એક-એક છે. જેમાંથી 65 એન્જીનિયરિંગનો અભ્યાસ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે ઈટલીમાં જ્યાં તેઓ રહે છે, ત્યાં ગ્રૉસરી શૉપમાં સામાન તેજીથી પૂરો થઈ રહ્યો છે. તેમને ડર છે કે સ્થિતિ ક્યાંક વધુ ના બગડે. માટે તેમણે ભારત સરકાર પાસે મદદ માંગી છે.

પુરુષોત્તમ કુમાર મધુ નામના એક વિદ્યાર્થીએ જણાવ્યું કે તેણે 10 માર્ચે ભારત પરત ફરવાનું છે. પરંતુ તેને ખબર નથી કે વિમાન જશે કે નહિ. વિદ્યાર્થીએ કહ્યું, મને એ વાતનો પતો લાગ્યો છે કે ખાડી તરફથી જઈ રહેલ વિમાનોને રદ્દ કરી દેવામાં આવ્યા છે. ભારતીય લોકો એરપોર્ટ પરથી ઉતર્યા બાદ 10-15 દિવસ સુધી અલગ કેન્દ્રોમાં રાખવામાં આવે છે.

IMD Warning: દેશના કેટલાય શહેરોમાં આજે ભારે વરસાદની આશંકાIMD Warning: દેશના કેટલાય શહેરોમાં આજે ભારે વરસાદની આશંકા

English summary
coronavirus: 85 indian students stuck in italy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X