• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બંગાળમાં મમતા વિરુદ્ધ ભાજપને મળી રહ્યો છે લેફ્ટ કેડર્નો સાથ, વાંચો ગ્રાઉન્ડ રિપોર્ટ

|

કહેવાય છે કે રાજકારણમાં કટ્ટર વિરોધી પણ ગળે મળે તો ચોંકવું ન જોઈએ. સિયાસી નફા નુક્સાન માટે અહીં કશું જ અશક્ય નથી. યુપીમાં માયા અને મુલાયમ અઢી દાયકા બાદ એક મંચ પર દેખાઈ રહ્યા છે. જો કે આ તો માત્ર ઉદાહરણ છે. હવે બે જુદી જુદી વિચારધારાઓ પણ એકબીજા સાથે કામ કરવા તૈયાર થઈ જાય છે. હાલની લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં પણ કંઈક આવી જ સ્થિતિ છે. અહીં લાલ સલામ કરનારા લેફ્ટના કેડર્સ રાઈટ વિંગના સાથીદારો સાથે ભગવા રંગે રંગાવા તૈયાર છે. ચાલો સમજીએ કે બંગાળના રાજકારણમાં બદલાયેલી સ્થિતિ મમતા દીદીના દબંગ રાજકારણ માટે કેમ કતરા સમાન છે.

બંગાળમાં ભગવા સાથે ભળી રહ્યો છે 'લાલ'

બંગાળમાં ભગવા સાથે ભળી રહ્યો છે 'લાલ'

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે પશ્ચિમ બંગાળમાં હવે ભાજપને નીચલા સ્તરે સીપીએમ કેડર્સનો અંદરખાને ટેકો મળી રહ્યો છે. ભાજપ અને સીપીએમ બંને એકબીજાના કટ્ટર વિરોધી છે. તેમની વિચારધારા ક્યાંય મેળ નથી ખાતી, બંને એકબીજાથી નફરત કરે છે. પરંતુ હાલના સમયમાં રાજ્યમાં જે સ્થિતિ છે, તેને કારણે ટીએમસી અને મમતા બેનર્જી સામે લડવા આ બંને એકબીજાને સાથ આપવા મજબૂર બન્યા છે. ભાજપનું સંગઠન હિંદી હાર્ટલેન્ડમાં જેટલું મજબૂત છે, તેટલું જ પશ્ચિમ બંગાળમાં ટીએમસી સામે નબળું છે. હકીતમાં ભાજપ કરતા અહીં લેફ્ટ અને કોંગ્રેસ વધુ સંગઠિત છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ભાજપે અહીં ધીરે ધીરે પોતાનો વોટ શૅર વધાર્યો છે. લેફ્ટના કેડર્સને અંદાજ આવી ગયો છે કે હાલ મમતા સામે ભાજપ જ ટકી શકે તેમ છે. એટલે જ તેના કેડર્સ ભાજપના બૂથ લેવલના કાર્યકર્તાઓની મદદ કરી રહ્યા છે. બાજપના પોલ મેનેજર્સ કબુલી રહ્યા છે કે ગ્રાઉન્ડ લેવલ પર તેઓ અનએક્સપેક્ટેડ ક્વાટર્સ એટલે કે સીપીએમના કાર્યકર્તાઓના ભરોસે છે.

બૂથ લેવલ પર 'લેફ્ટથી રાઈટ'

બૂથ લેવલ પર 'લેફ્ટથી રાઈટ'

સીપીએમના કાર્યકર્તાઓ હાલમાં મમતા સરકારના વધતા ત્રાસ અને સત્તાધારી પક્ષની વધતી તાકાત સામે લડવા માટે ભાજપના કાર્યકર્તાઓને સાથ આપવામાં જ સારપ સમજી રહ્યા છે. કારણ કે લેફ્ટ ફ્રન્ટનો દબદબો ધરાવતા 34 વર્ષના શાસન બાદ સીપીએમ વર્કર્સને સૌથી વધુ બૂથ અને વોર્ડ સ્તરે ટીએમસીના કાર્યકર્તાઓના ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છે. એટલે જે વોર્ડ્ઝમાં પાર્ટીના કેડર્સ થોડા પણ મજબૂત છે, ત્યાં હાલ તેઓ ભાજપ માટે પોલિંગ બૂથ મેનેજ કરવાથી લઈને પ્રચારમાં પણ મદદ કરી રહ્યા છે.

કોલકાતા ઉત્તરનો ગ્રાઉન્ડ રિપોર્ટ

કોલકાતા ઉત્તરનો ગ્રાઉન્ડ રિપોર્ટ

કોલકાતા ઉત્રત લોકસબા વિસ્તારનું જ ઉદાહરણ લઈએ. અહીં કુલ 1,862 પોલિંગ બૂથ છે. ભાજપ પાસે ફક્ત 500 બૂથ પર જ કાર્યકર્તા છે. જેની સામે ભાજપનો દાવો છે કે આ વખતે તેના ઉમેદવાર રાહુલ સિંહા ટીએમસીના હાલના સાંસદ સુદીપ બંદોપાધ્યાને હરાવી શકે છે. મળતી માહિતી પ્રમાણે સીપીએમ વર્કર્સે અહીંના બૂથ પર ભાજપને મદદ કરવાની ઓફર આપી છે, અને ભાજપ પણ આ માટે તૈયાર છે. ભાજપના પોલ મેનેજર્સ સીપીએમના કાર્યકર્તાઓ સાથે ખાનગીમાં બેઠક કરી રહ્યા છે. તો કેટલાક વિસ્તારમાં નારા લગાવ્યા વિના ઘરે ઘરે જઈને કેમ્પેઈન માટે તૈયારી કરી રહ્યા છે. મતદાનના દિવસે જે બૂથ પર ભાજપનો એજન્ટ ન હોય ત્યાં લેફ્ટના કેડર્સે ધ્યાન રાખવાની સમજૂતી પણ થઈ છે.

મમતાને પણ છે મુશ્કેલીનો અંદાજ

મમતાને પણ છે મુશ્કેલીનો અંદાજ

સીપીએમ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે બૂથ લેવલનો તાલમેલ જોઈને મમતાના જૂથમાં હડકંપ દેખાઈ રહ્યો છે. ટીએમસી સુપ્રીમ પોતાની દરેક રેલીમાં આ ખતરા અંગે કાર્યકર્તાઓને સાવચેત કરી રહ્યા છે. તે રેલીમાં કહે છે,'(CPM કાર્યકર્તા) પરી એ જ રી રહ્યા છે, તેમનાથી સાવધાન રહો. તે આપણા દુશ્મનોની મદદ કરી રહ્યા છે. સતર્ક રહો, એલર્ટ રહો' જો કે આગામી સમયમાં રાજ્યમાં મમતા બેનર્જી ભાજપ અને લેફ્ટની જુગલબંધીનો તોડ કાઢવા શું કરે છે, તે જોવાનું રહે શે. કારણ કે હાલ પશ્ચિમ બંગાળમાં જે સ્થિતિ છે, તે જોઈને દીદીના દિમાગમાં ખતરો જરૂર દેખાયો હશે.

લેફ્ટના નેતાો પણ પરેશાન

લેફ્ટના નેતાો પણ પરેશાન

ભાજપના એક નેતાએ માન્યું છે કે ત્રિપુરામાં લેફ્ટના કાર્યકર્તાઓ સાથે કામ કરવાનો તેમને અનુભવ છે. ત્યાં ટીએમસની વધતી વગને કારણે એક સમયે ભાજપે સીપીએમના કાર્યકર્તાઓ સાથે કામ કર્યું હતું. જો કે છેલ્લે તો માણિક સરકારની લેફ્ટ ફ્રંટની સરકાર સામે ભાજપને હારનો સામનો કરવો પડ્યો. બંગાળમાં હાલ જે સ્થિતિ છે, તેની સીપીએમ પોલિત બ્યુરોને પણ જાણ છે. ખુદ મણિક સરકાર પણ તેનાથી પરેશાન છે. મંગળવારે તેમણે એક સભા દરમિયાન પક્ષના કાર્યકર્તાઓને અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું,'તૃણમુલ કોંગ્રેસથી બચવા માટે ભાજપને પસંદ કરવાની ભૂલ ન કરો. ત્રિપુરાને જુઓ ફક્ત 14 મહિનામાં ત્રિપુરામાં શું કરી નાખ્યું છે, તે ટીએમસીના આતંક કરતા વધુ છે. તેમને આમંત્રણ ન આપો. આ આત્મઘાતી નિર્ણય હશે.'

'ઉન્નીસે હાફ, એકુસે સાફ'

'ઉન્નીસે હાફ, એકુસે સાફ'

સીપીએમ મોવડી મંડળ એસી રૂમમાં બેસીને ભલે જે રણનીતિ બનાવે, પરંતુ બંગાળમમાં તેના પોતાના જ કાર્યકર્તાઓ ચસકી રહ્યા છે. આમ પણ પાર્ટી બંગાળમાં પોતાનો કિલ્લો તો ગુમાવી જ ચૂકી છે, જે તાકાત બચી છે તે ભાજપના ઉમેદવારોને જીતવવામાં વપરાઈ રહી છે. પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર મમતા સરકારથી સીપીએમના કાર્યકર્તાઓ એટલા પેરશાન છે કે તેઓ ફક્ત એક જ નારોજપી રહ્યા છે,'ઉન્નીસે હાફ, એકુસે સાફ' એટલે કે તેમને લાગે છે કે 2019માં ભાજપની મદદતી ટીએમસીની તાકાત અડધી કરી નાખો અને 2021ની વિધાનસભા ચૂંટણીમાં તેને સંપૂર્ણ રીતે સમાપ્ત કરી દો

English summary
cpm cadres silently help bjp in Fight against didi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more