For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મમતા બેનર્જી રેપ માટે કેટલો ચાર્જ લેશે: સીપીએમ નેતા

|
Google Oneindia Gujarati News

raheman
કોલકત્તા, 28 ડિસેમ્બર: સીપીએમના સીનિયર નેતા અને પશ્ચિમ બંગાળના પૂર્વ મંત્રી અનીસૂર રહેમાને મર્યાદાઓની બધી હદો તોડી નાખી છે. તેમણે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીને પૂછ્યું કે 'તેઓ રેપ માટે કેટલો ચાર્જ લેશે?' ડાબેરી ફ્રંટ તરફથી વિધાનસભામાં ઉપનેતા રહેમાને ઉત્તરી દિનાજપૂર જિલ્લાના ઇટાહારમાં પબ્લિક રૈલી દરમિયાન મુખ્યમંત્રી પર આવો સવાલ કર્યો હતો. જોકે આ ટીપ્પણી પર ભારે હોબાળો મચતા તેમણે આ અંગે માફી માગી લીધી હતી.

સીપીએમ નેતા મમતા બેનર્જીની એ જાહેરાત બાદ આવી ટિપ્પણી કરી જેમાં મુખ્યમંત્રીએ એક મહીના પહેલા રેપ પીડિતાને 20 હજાર રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી. રહેમાન પબ્લીક એકાઉન્ટસ કમિટિના ચેરમેન પણ છે. તેમણે જણાવ્યું કે સરકારનું આ વલણ રેપ પીડિતો અને ખેડૂતો પ્રત્યે ઠીક નથી.

રહેમાને જણાવ્યું કે મમતા બેનર્જીએ 24 પરગનાથી રેપ પીડિતાને ચંપાલા સરદારને રાયટર્સ બિલ્ડિંગ બોલાવી હતી. તે તો સમાજમાંથી બહિષ્કૃત યુવતી છે. મમતાએ કોઇ સારી યુવતી લાવવી જોઇતી હતી. મને લાગે છે કે તેમનાથી સારી યુવતી ના હોઇ શકે. હું 20 હજારની સાથે કેટલાક મેડલ પણ આપી શકુ છું. રહેમાને મમતા બેનર્જી પર હદ વગરની ટિપ્પણી કરી નાખી અને જણાવ્યું કે 'આપ રેપ માટે કેટલો ચાર્જ લેશો'

પાર્ટી રહેમાનની આ ટિપ્પણીથી ઘણી નાખુશ છે. રહેમાનને પાર્ટી હેડક્વાર્ટર બોલાવીને જણાવ્યું કે આ ચલાવી લેવામાં નહી આવે. સીપીએમના પ્રદેશ સેક્રેટરી વિમાન બસુએ પણ નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે આ સીપીએમની રાજનૈતિક સંસ્કૃતિ નથી, પાર્ટી આનો વિરોધ કરે છે. ઉલ્લેખનીય છે કે આ અંગે તૃણમુલ કોંગ્રેસે રહેમાન મલિકને નોટિસ પાઠવી છે.

જોકે રહેમાને પાર્ટીના દબાણ હેઠળ પોતાનું નિવેદન પાછું લઇને માફી માગવી પડી હતી. તેમણે જણાવ્યું કે 'બળાત્કાર પીડિતાને સરકાર તરફથી આપવામાં આવેલા વળતર પર મે નારાજગી વ્યક્ત કરતા મુખ્યમંત્રી માટે ખરાબ વાક્યો બોલી ગયો હતો. વ્યક્તિગત રીતે મારી તેમને અને અન્યોની લાગણીને ઠેસ પહોંચાડવાની કોઇ ઇચ્છા ન્હોતી. આવું ફરીથી નહીં થાય અને હું રાજ્યમાં બધા લોકોની માફી માગુ છું.'

English summary
CPM leader Anisur Rehman made the crude remarks against the CM at a rally at Itahar in North Dinajpur.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X