લક્ષ્યથી ભટક્યું 'નિર્ભય', રસ્તામાં જ કરાયું નષ્ટ
બાલેશ્વર, 12 માર્ચ: ભારત દેશમાં વિકસિત મધ્યમ દૂર સુધી હુમલો કરનારી સબ સોનિક ક્રૂઝ મિસાઇલ 'નિર્ભય'નું ચાંદીપૂરના એકીકૃત પરિક્ષણ કેન્દ્રથી મંગળવારે પહેલી વખત પરિક્ષણ કરવામાં આવ્યું.
પોતાના પહેલા પરિક્ષણમાં નિર્ભય ક્રૂઝ મિસાઇલ નિશાનો સાધવામાં ચૂકી ગઇ હતી. રક્ષા સૂત્રોએ અનુસાર આ મિસાઇલનું પરિક્ષણ આજે સવારે કરવામાં આવ્યું હતું. પરીક્ષણ બાદ સબસોનિક ક્રૂઝ મિસાઇલ નિર્ભય પોતાના લક્ષ્યથી ભટકી જવાના કારણે તેને રસ્તામાં જ નષ્ટ કરી દેવામાં આવી હતી.

નિર્ભયને ડિઆરડીઓની બેંગલૂર સ્થિત પ્રયોગશાળા 'એરોનોટિકલ ડેવલોપમેન્ટ ઇસ્ટેબ્લિશમેન્ટ' દ્વારા વિકસિત કરવામાં આવી છે. ભારત પાસે બ્રહ્મોસ જેવી સુપરસોનિક મિસાઇલની ટેકનોલોજી છે જેને ભારત અને રશિયાએ સંયુક્ત રીતે બનાવી છે. બ્રહ્મોસ 290 કિલોમીટર દૂરથી પોતાના લક્ષ્યને વેધી શકે છે.












Click it and Unblock the Notifications
