For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રામબન ફાયરિંગ બાદ તણાવ, JKLF દ્વારા બંધનું એલાન

|
Google Oneindia Gujarati News

શ્રીનગર, 19 જુલાઇ : જમ્મુ-કાશ્મીરના રામબન વિસ્તારમાં ચાર લોકોના મોત બાદ તણાવભરી સ્થિતિ સર્જાઇ છે. આરોપ છે કે લોકોને ગોળી બીએસએફના જવાનોએ મારી છે. જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રંટે શુક્રવારે ઘાટીમાં બંધ પાળવાની જાહેરાત કરી છે.

જોકે પરસ્થિતિ વણસવાના કારણે રામબનમાં કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. રાજ્યમાં મોબાઇલ અને ઇન્ટરનેટ સેવાઓ પર પણ પ્રતિબંધ લાગાવી દેવાયો છે. બંધ અને હોબાળાની સંભાવનાઓની વચ્ચે અમરનાથ યાત્રા પણ રોકી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે રામબન ગોળીબારકાંડ બાદ ઘાટીના જુદા-જુદા વિસ્તારોમાંથી વિરોધ પ્રદર્શનના સમાચાર આવી રહ્યા છે. વિરોધ અને હિંસાને પગલે 300 કિલોમીટરના શ્રીનગર, જમ્મુ હાઇવેને બંધ કરી દેવામાં આવ્યો છે. રામબન, બનિહાલ અને રામસૂમાં પણ ધરણા પ્રદર્શન જારી છે. સુરક્ષાદળો અને સરકારની તમામ કોશિશો છતાં લોકોનો ગુસ્સો શાંત નથી દેખાઇ રહ્યો.

નોંધનીય છે કે સીમા સુરક્ષા દળની એક ટૂકળીની કથિત ગેરવર્તણૂકનના વિરોધમાં રામબન જિલ્લામાં આવેલા બીએસએફ શિબિર પર ગુરુવારે એક ઉગ્ર ભીડે પત્થરમારો કર્યો હતો ત્યારબાદ ભીડને વેરવીખેર કરવા માટે જવાનોને ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. જેના પગલે ચાર વ્યક્તિઓના મોત થઇ ગયા હતા જ્યારે સુરક્ષાકર્મી સહીત 44 અન્ય ઘાયલ થઇ ગયા છે. આ મામલા બાદ થયેલ હોબાળો થમવાનું નામ નથી લઇ રહ્યો.

જમ્મુ-કાશ્મીર

જમ્મુ-કાશ્મીર

જમ્મુ-કાશ્મીરના રામબન વિસ્તારમાં ચાર લોકોના મોત બાદ તણાવભરી સ્થિતિ સર્જાઇ છે.

શ્રીનગર

શ્રીનગર

ધરણા દરમિયાન ઘાયલ થયો લોકો.

શ્રીનગર

શ્રીનગર

ધરણામાં ઘવાયા અનેક લોકો, ચારના મોત.

શ્રીનગર

શ્રીનગર

ભીડને વેરવીખેર કરવા માટે જવાનોને ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. જેના પગલે ચાર વ્યક્તિઓના મોત થઇ ગયા હતા જ્યારે સુરક્ષાકર્મી સહીત 44 અન્ય ઘાયલ થઇ ગયા છે.

શ્રીનગર

શ્રીનગર

આ ઘટનાના પગલે લાલચોક ખાતે બાર એસોસિએશને પણ ધરણા યોજ્યા હતા.

શ્રીનગર

શ્રીનગર

સીમા સુરક્ષા દળની એક ટૂકળીની કથિત ગેરવર્તણૂકનના વિરોધમાં રામબન જિલ્લામાં આવેલા બીએસએફ શિબિર પર ગુરુવારે એક ઉગ્ર ભીડે પત્થરમારો કર્યો હતો ત્યારબાદ ભીડને વેરવીખેર કરવા માટે જવાનોને ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. જેના પગલે ચાર વ્યક્તિઓના મોત થઇ ગયા હતા જ્યારે સુરક્ષાકર્મી સહીત 44 અન્ય ઘાયલ થઇ ગયા છે.

શ્રીનગર

શ્રીનગર

શ્રીનગરના બાદશાહ ચોક ખાતે યોજાયા વિરોધો.

શ્રીનગર

શ્રીનગર

વિરોધ અને હિંસાને પગલે 300 કિલોમીટરના શ્રીનગર, જમ્મુ હાઇવેને બંધ કરી દેવામાં આવ્યો છે. અને સમગ્ર વિસ્તારમાં કર્ફ્યૂ લાદી દેવાયો છે.

રામબન ફાયરિંગ ધરણા

રામબન ફાયરિંગ ધરણા

રામબન ફાયરિંગના પગલે ધરણા

English summary
Apprehending law and order problem, authorities today imposed curfew in all major towns of Kashmir to foil plans of separatist groups to stage protests against the Ramban firing incident that left four persons dead.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X