દેશમાં ભષ્ટ્રાચારની ફરિયાદોમાં 67% વધારો: સીવીસી રિપોર્ટ

Posted By:
Subscribe to Oneindia News

કેન્દ્રીય સર્તકતા આયોગ એટલે કે સીવીસીએ 2016માં ભષ્ટ્રાચારને લઇને કેટલી ફરિયાદો થઇ છે તે અંગે એક રિપોર્ટ તૈયાર કરી રજૂ કર્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિભિન્ન સરકારી વિભાગો વિરુદ્ધ ભષ્ટ્રાચારની ખબરોમાં વર્ષ 2015 કરતા વર્ષ 2016માં 67 ટકાનો વધારો જોવા મળ્યો છે. ભષ્ટ્રાચારની સૌથી વધુ ફરિયાદો રેલવે વિભાગ વિરુદ્ધ નોંધવામાં આવી છે. સીવીસીએ સંસદમાં જે વાર્ષિક રિપોર્ટ રજૂ કર્યો છે તે મુજબ 2016માં રેલવેથી જોડાયેલી 11 હજારથી વધુ ફરિયાદો મળી છે. આયોગને વર્ષ 2016માં કુલ 4947 ફરિયાદો મળી છે. જો કે વર્ષ 2015માં 29838 ફરિયાદો જ મળી હતી.

note

2015માં ઓછો હતો ભષ્ટ્રાચાર

રિપોર્ટ મુજબ વર્ષ 2015માં જે ફરિયાદો મળી છે જેની સંખ્યા 2014ની કુલ 62363 ફરિયાદો કરતા 50 ટકા ઓછી હતી. સીવીસીના ગત વર્ષો કરતા 2016ની ફરિયાદોમાં નોંધપાત્ર વધારો થયો છે. જેમાંછી 8852 ફરિયાદો પર કાર્યવાહી કરવામાં આવી છે અને 2348 બાકી છે. આ સિવાય રેલવેમાં જે ફરિયાદો કરવામાં આવી છે તેમાં 1054 ફરિયાદો પર ગત 6 મહિનાથી કોઇ કાર્યવાહી નથી કરવામાં આવી.

English summary
cvc report says 67 precent jump in corruption complaints. Read here more.
Please Wait while comments are loading...