
Cyclone Asani: અંદમાન-નિકોબારમાં ભૂકંપના ઝટકા, ભારે વરસાદની ચેતવણી, એલર્ટ જાહેર
નવી દિલ્લીઃ અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં 'સાયક્લોન અસાની' એ દસ્તક દઈ દીધી છે જેના માટે હવામાન વિભાગે બે દિવસ પહેલા જ એલર્ટ કરી દીધા છે. વળી, આ દરમિયાન આજે સવારે અહીં ભૂકંપના ઝટકા પણ અનુભવાયા છે જેની તીવ્રતા 4.3 મેગ્નીટ્યુડ નોંધવામાં આવી છે. આ ઝટકા અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહના 276 કિલોમીટરના ઉત્તરમાં અનુભવાયા છે. હવામાન વિભાગે જણાવ્યુ છે કે હાલમાં બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વ ભાગ ઉપર એક લો પ્રેશર એરિયા બનેલો છે કે જે આજે પ્રબળ ચક્રવાતમાં ફેરવાઈ શકે છે.

માછીમારોને દરિયામાં જવાથી રોકવામાં આવ્યા
આ સાયક્લોન આગામી 24 કલાકમાં બાંગ્લાદેશ-ઉત્તર મ્યાનમારના તટો પર પહોંચવાના અણસાર છે. ચક્રવાતના કારણે માછીમારોને સમુદ્રમાં જવાથી રોકવામાં આવ્યા છે. આઈએમડીના વૈજ્ઞાનિક આરકે જેનામણિના જણાવ્યા મુજબ દક્ષિણપૂર્વ અને દક્ષિણ અંદમાન સાગરની ઉપર બનેલ ડિપ્રેશન ઉત્તર તરફ આગળ વધી ગયુ છે. સંભાવના છે કે આજે સાંજ સુધી ડિપ્રેશન તેજ થઈને ચક્રવાતી તોફાનમાં બદલાઈ જશે. આ ક્ષેત્રમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે.

લેન્ડફૉલ અંદમાન દ્વીપ સમૂહમાં નહિ થાય
વળી, આઈએમડીના મહાનિર્દેશનક મૃત્યુંજય મહાપાત્રએ કહ્યુ કે, 'ચક્રવારતના અંદમાન દ્વીપ સમૂહ સાથે-સાથે મ્યાનમાર અને દક્ષિણ બાંગ્લાદેશ તટ તરફ વધવાનુ અનુમાન છે. તેમણે સ્પષ્ટ કર્યુ કે આનુ લેન્ડફૉલ અંદમાન દ્વીપ સમૂહમાં દસ્તક નહિ દે.'

હેલ્પલાઈન નંબર કરાયા જાહેર, એનડીઆરએફની ટીમ સંપર્ણપણે તૈયાર
પ્રશાસને આ તોફાનનો સામનો કરવાની પૂરી વ્યવસ્થા કરી દીધી છે. નીચાણવાળા વિસ્તારના લોકોને સુરક્ષિત રીતે કાઢી દેવામાં આવ્યા છે. નવ-પરિવહન સેવાઓને રોકી દેવામાં આવી છે. હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે જેથી લોકોને તરત મદદ પહોંચાડી શકાય. વિભાગે એનડીઆરએફની ટીમને તૈયાર રાખી છે જેથી વિલંબ વિના લોકોને સુરક્ષિત બહાર કાઢી શકાય. અધિકારીઓએ કહ્યુ કે એનડીઆરએફના લગભગ 150 કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે અને દ્વીપોના વિવિધ ભાગોમાં છ રાહત શિબિર ખોલવામાં આવી છે. ડિઝાઝસ્ટર મેનેજમેન્ટ સચિવ પંકજ કુમારે જણાવ્યુ કે એનડીઆરએફના કુલ 68 જવાનોને પોર્ટ બ્લેરમાં અને 25-25ને ડિગલીપુર, રંગત અને હટબા વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા છે.
|
શ્રીલંકાએ આપ્યુ તોફાનનુ નામ
એટલુ જ નહિ તોફાનના કારણે સ્થાનિક પ્રશાસને ચેન્નઈ અને વિશાખાપટ્ટનમ સાથે ઈન્ટર-આઈલેન્ડ શિપિંગ સર્વિસને પણ હાલ માટે બંધ કરી દીધી છે. તમને જણાવી દઈએ કે આ દ્વીપ સમૂહ પાસે વર્ષ 2022નુ પહેલુ ચક્રવાતી તોફાન છે. આ તોફાનનુ નામ શ્રીલંકાએ રાખ્યુ છે.