For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડાક સેવક- ગ્રામીણ વિસ્તારમાં નાણાકીય સેવાઓના મુખ્ય પ્રદાતા

ડાક સેવક- ગ્રામીણ વિસ્તારમાં નાણાકીય સેવાઓના મુખ્ય પ્રદાતા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર 2018થી પોસ્ટ પેમેન્ટ બેંક લૉન્ચ કરી હતી. આ યોજના અંતર્ગત ટપાલ વિભાગે દેશના 650 જલ્લામાં આઈપીપીબી શાખાઓ ખોલી છે. જેની મદદથી ગ્રામીણ ક્ષેત્રોને બેંકિંગ સાથે જોડવાની કોશિશ કરવામાં આવશે જ્યાં બેંક નથી. આ કામમાં ટપાલીઓ બેંકરનું કામ કરશે. વિભાગ પાસે ત્રણ લાખથી વધુ ટપાલી અને ડાક સેવકો છે. તેઓ મોબાઈલ ફોન અને બાયોમીટ્રિક ઉપકરણ લઈને લોકોને ઘરે બેંકિંગ સુવિધા આપશે.

indian post bank

IPPBના લાભ

  1. મની ટ્રાન્સફર
  2. સરકારી લાભનું હસ્તાંતરણ
  3. બિલની ચૂકવણી
  4. રોકાણ
  5. વીમો

હવે આઈપીપીબી પોસ્ટમેને આ સેવાઓને લોકોના દરવાજા સુધી પહોંચાડવાનું શરૂ કર્યું છે. આઈપીપીબીએ ડિજિટલ લેણદેણને સુવિધાજનક બનાવવા અને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના સહિતની યોજનાઓનો લાભ આપવામાં પણ મદદ કરી છે. આઈપીપીબીનું મિશન 3 લાખ ડાક સેવક બનાવવાનું છે. જેનાથી તે દરેક ઘરે, પ્રત્યેક ખેડૂત અને ગામમાં દરેક નાના ઉદ્યમોને નાણાકીય સેવાઓ ઉપલબ્ધ કરાવી શકે. આઈપીપીબી આગામી કેટલાક મહિનાઓમાં દેશભરમાં 1.5 લાખથી વધુ ડાકઘર સુધી પહોંચશે.

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં ખોલવામાં આવનાર બચત કે ચાલૂ ખાતામાં અન્ય બેંકોની જેમ જ કેટલીય સુવિધા મળશે. જેમાં મની ટ્રાન્સફર, સરકારી યોજનાઓના પૈસા સીધા ખાતામાં આવવા, બિલની ચૂકવણી અને શોપિંગનું પેમેન્ટ કરવું જેવી સુવિધાઓ પણ મળશે. જ્યારે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં ખાતું ખોલવા પર બચત ખાતા પર ચાર ટકાના દરે વ્યાજ મળશે.

આ પણ વાંચો- જાણો, મોદી સરકારની આ 8 સફળ યોજના વિશે

English summary
Dak sevaks- Key providers of the financial services
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X