For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

9 ઓગસ્ટે ‘ભારત બંધ' માટે દલિત સંગઠન અડગ, સરકાર પર ભરોસો નહિ

સરકારે ભલે એસસી-એસટી અત્યાચાર નિવારણ સંશોધન અધિનિયમ બિલ લોકસભામાં રજૂ કરી દીધુ હોય, તેમછતાં 9 ઓગસ્ટે દલિત સંગઠન ભારત બંધના પ્રદર્શનને આગળ વધારશે.

|
Google Oneindia Gujarati News

સરકારે ભલે એસસી-એસટી અત્યાચાર નિવારણ સંશોધન અધિનિયમ બિલ લોકસભામાં રજૂ કરી દીધુ હોય, તેમછતાં 9 ઓગસ્ટે દલિત સંગઠન ભારત બંધના પ્રદર્શનને આગળ વધારશે. આ બિલ અંગે દલિત વર્ગના લોકો ખૂબ જ આક્રોશમાં છે. આ બંધનો હેતુ સમગ્ર દેશમાં સામાન્ય જનજીવનને અવ્યવસ્થિત કરવાનો છે. દલિત સમાજ કેન્દ્ર સરકાર પર પોતાની માંગો માટે દબાણ કરી રહ્યુ છે અને પોતાનો સંદેશ સરકાર સુધી પહોંચાડવા માટે સમાજના કાર્યકર્તા દિલ્હીના કનોટ પ્લેસ સહિત ઘણા વ્યસ્ત રસ્તા, બજારોમાં પ્રદર્શન અને રેલીઓ કરશે. આંદોંલનનું આયોજન કરતા ઓલ ઈન્ડિયા આંબેડકર મહાસભા (એઆઈએએમ) ના અશોક ભારતીએ વન ઈન્ડિયા સાથે ખાસ વાતચીત કરી અને કહ્યુ કે દલિત સંગઠન આખા દેશમાં રેલીઓ, ધરણા અને બંધના નિર્ણય પર અડગ છે.

dalit

આ ઉપરાંત સંગઠનનો એ પણ પ્લાન છે કે તે જિલ્લા મુખ્યકેન્દ્રથી લઈને કેન્દ્ર સરકાર સુધી યાચિકાઓ મોકલે. ભારતીએ જણાવ્યુ કે સંગઠનની માંગ અંગે લગભગ બે કરોડ પોસ્ટ કાર્ડ્ઝ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મોકલવામાં આવશે. સુપ્રિમ કોર્ટના નિર્ણય સામે સંસદમાં બિલ રજૂ કરાવાના સવાલ પર અશોક ભારતીએ કહ્યુ કે, 'પહેલી વાત તો એ કે સરકારનુ અદાલત પર કોઈ નિયંત્રણ નથી એટલા માટે કંઈ પણ થઈ શકે છે અને બીજી વાત એ છે કે દલિતો વચ્ચે આત્મવિશ્વાસ પેદા કરવા અંગે સરકારનો કોઈ પણ નિર્ણય સ્પષ્ટ નથી.'
એટલુ જ નહિ સરકાર તરફથી તેમના નિર્ણયોના યોગ્ય ડેટા પણ અમને આપવામાં આવી નથી રહ્યા. એટલા માટે સંગઠન સરકાર પર ભરોસો કરવા તૈયાર નથી. અશોક ભારતીએ કહ્યુ કે સરકાર તેમના આંદોલનને ભટકાવવા માટે તેમને ગુમરાહ કરી રહી છે. સચ્ચાઈ તો એ છે કે એક્ટમાં સુપ્રિમ કોર્ટ દ્વારા કરવામાં આવેલા બદલાવને ખતમ કરવા માટે અંતિમ રૂપે કાયદો બનવામાં હજુ ઘણા ચરણ બાકી છે. સરકાર આંદોલનને ટાળવા માટે કોઈ પણ ટેકનિક પાસાનું બહાનુ બનાવીને તેને પસાર કરવાથી બચવાની કોશિશ કરશે. એટલા માટે જ્યાં સુધી સુપ્રિમ કોર્ટ દ્વારા એક્ટમાં કરાયેલ બદલાવ ખતમ ના થાય ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે.

તમને જણાવી દઈએ કે દલિતોએ છેલ્લુ ભારત બંધ 2 એપ્રિલે કર્યુ હતુ અને તેની સારી એવી અસર જોવા મળી હતી. અશોક ભારતીએ કહ્યુ કે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ પોતાના આપેલા વચનો પાળ્યા નથી. દલિત નેતા ચંદ્રશેખરને છોડવામાં આવ્યા નથી તેમજ જેલમાં બંધ 20 હજારથી વધુ દલિત કાર્યકર્તાઓને પણ છોડવામાં આવ્યા નથી. યુપી, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના મુખ્યમંત્રીઓની પ્રતિબદ્ધતા બાદ પણ દલિત કાર્યકર્તા જેલમાં છે. વળી, બીજી તરફ સરકાર અદાલતના નિર્ણયને ખતમ કરવા માટે એક બિલ લાવીને સમાજને દબાવવાની કોશિશ કરી રહ્યુ છે.

English summary
Dalit activists from all across India to continue with their decision to paralyze normal life of the entire country on their scheduled Bharat Band plan on August 9, 2018.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X