દિલ્લી ચૂંટણીઃ BJPની સહયોગી પાર્ટી લોજપાએ જાહેર કરી ઉમેદવારોની પહેલી યાદી
લોક જનશક્તિ પાર્ટીએ દિલ્લી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે. પહેલી યાદીમાં 15 સીટો પર ઉમેદવારોના નામોનુ એલાન કરવામાં આવ્યુ છે. દિલ્લીની 70 વિધાનસભા સીટો પર 8 ફેબ્રુઆરીના રોજ મતદાન થવાનુ છે. લોજપા એનડીએની સહયોગી છે, બિહારમાં પાર્ટી જદયુ અને ભાજપ સાથે સરકારમાં છે તો કેન્દ્રમાં લોજપાના રામવિલાસ પાસવાન કેન્દ્રીય મંત્રી છે. દિલ્લી ચૂંટણીમાં લોજપાએ ભાજપથી અલગ થઈ લડવાનો નિર્ણય કર્યો છે.
લોક જનશક્તિ પાર્ટીએ જે 15 સીટો પર કેન્ડીડેટના નામનુ એલાન કર્યુ છે તેમાં સદર બજાર વિધાનસભા સીટથી રાજીવ કુમાર શર્મા, મુસ્તફાબાદથી અનિલ કુમાર ગુપ્તા, મોતીનગરથી મહેશ દૂબે, નરેલા (સુરક્ષિત) થી અમરેશ કુમાર, દેવલીથી સુનીલ તંવર, માદીપુરથી પૂનમ રાણાને ટિકિટ આપવામાં આવી છે. લોજપાના અજીત કુમારને કિરાણી, કમલદેવ રાયને ત્રિનગર, શિવેન્દ્ર મિશ્રાને શાલીમાર બાગ, શંકર મિશ્રાને વજીરપુર, સુમિત્રા પાસવાનને મટિયાલા મહલ, અરવિંદ કુમાર ઝાને સંગમ વિહાર, રામ કુમાર લાંબાને નજફગઢ, રતન કુમાર શર્માને ઉત્તમ નગર અને નમહને લક્ષ્મીનગર વિધાનસભા સીટથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
દિલ્લી વિધાનસભા ચૂંટણી માટે નામાંકન પત્ર દાખલ કરવાની પ્રક્રિયા મંગળવારે (14 જાન્યુઆરી)થી શરૂ થઈ ગઈ છે. જો કે હજુ આપ, કોંગ્રેસ, ભાજપ જેવા મોટા દળોએ ઉમેદવારોના નામનુ એલાન કર્યુ નથી. દિલ્લીમાં બધી 70 સીટો પર એક તબક્કામાં આઠ ફેબ્રુઆરીના રોજ મતદાન થશે. પરિણામો 11 ફેબ્રુઆરીના રોજ આવશે. નામાંકન દાખલ કરવાની છેલ્લી તારીખ 21 જાન્યુઆરી છે.
Lok Janshakti Party (LJP) releases list of 15 candidates for #DelhiElections2020 pic.twitter.com/nc1diUtJ0o
— ANI (@ANI) 14 January 2020
દિલ્લીમાં વિધાનસભાની 70 સીટો પર 2015માં થયેલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 67 સીટો જીતીને સરકાર બનાવી હતી અને અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી બન્યા હતા. ભાજપને આ ચૂંટણીમાં 3 સીટો પર જીત મળી હતી. વળી, કોંગ્રેસને એક પણ સીટ મળી શકી નહોતી. 2015માં આપે 54.3 ટકા વોટશેર મેળવ્યા હતા. ભાજપે 32.3 ટકા વોટ સાથે બીજા નંબરે રહી હતી. કોંગ્રેસનો વોટ શેર 9.7 ટકા રહ્યો હતો. આ ચૂંટણીમાં પણ મુખ્ય મુકાબલો આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે માનવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લોજપા, જદયુ જેવા ઘણી બીજા દળ પણ ચૂંટણી મેદાનમાં છે.
આ પણ વાંચોઃ શશિ થરુરે કેજરીવાલ પર આપ્યુ વાંધાજનક નિવેદન, માંગવી પડી માફી