જન લોકપાલ બિલ દિલ્હી કેબિનેટમાં પાસ
નવી દિલ્હી, 3 ફેબ્રુઆરીઃ આમ આદમી પાર્ટીને એક મોટી સફળતાં મળી છે. દિલ્હી જન લોકપાલ બિલ 2014ને દિલ્હી કેબિનેટ દ્વારા પાસ કરી દેવામાં આવ્યું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટર પર લખ્યું છે કે, શુભેચ્છાઓ, દિલ્હી જન લોકપાલ બિલ દિલ્હી કેબિનેટ દ્વારા પાસ.

દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરરજો મળ્યો નથી, તેવામાં કેન્દ્ર સરકારને બાઇપાસ કરીને કોઇ બિલ દિલ્હી વિધાનસબામાં સીધું રજૂ કરવું સંવિધાનની વિરુદ્ધ છે. આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે, આજનો દિવસ દિલ્હી માટે ઐતિહાસિક છે. જે હેઠળ દિલ્હીમાં મુખ્યમંત્રીથી લઇને પટાવાળા સુધી બધા જ લોકો તેની અંદર આવી જશે. કોઇપણ નામ ભ્રષ્ટાચારમાં આવે છે તો તેની વિરુદ્ધ તપાસ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
