For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી ચૂંટણી: આમ આદમી પાર્ટીએ બહાર પાડ્યો ચુંટણી ઢંઢેરો, આ મોટી જાહેરાતો કરી

8 ફેબ્રુઆરીએ યોજાનારી દિલ્હીની ચૂંટણી માટે મતદાન કરવાના ત્રણ દિવસ પહેલા શાસક આમ આદમી પાર્ટીએ પોતાનો ચુંટણી ઢંઢેરો જાહેર કર્યો છે.

|
Google Oneindia Gujarati News

8 ફેબ્રુઆરીએ યોજાનારી દિલ્હીની ચૂંટણી માટે મતદાન કરવાના ત્રણ દિવસ પહેલા શાસક આમ આદમી પાર્ટીએ પોતાનો ચુંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. મનીષ સિસોદિયા અને અરવિંદ કેજરીવાલે દિલ્હી સરકારનો ચુંટણી ઢંઢેરો જાહેર કર્યો. તેમણે કહ્યું કે, ચુંટણી ઢંઢેરામાં કેજરીવાલ દ્વારા કરવામાં આવેલા 10 વચનો છે, આપે ચુંટણી ઢંઢેરો બનાવવા માટે ત્રણ સભ્યોની કમિટી બનાવી છે. ચુંટણી ઢંઢેરાની ત્રણ સભ્યોની સમિતિ કાલકાજીની અધ્યક્ષતામાં છે અને તેમના અન્ય બે સાથી અજોયકુમાર અને જાસ્મિન શાહ છે. અગાઉ, AAP એ ગેરેંટી કાર્ડ લોન્ચ કર્યું હતું. જેમાં ચાલુ યોજનાઓ ચૂંટણી બાદ પણ લાગુ કરવાની ખાત્રી આપવામાં આવી હતી. 'આપ' સમક્ષ ભાજપ અને કોંગ્રેસે પોતાનો ચુંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે.

AAP
  • 24 કલાક વીજળી રહેશે અને 200 યુનિટ ફ્રી વીજળી ચાલુ રહેશે.
  • 24 કલાક વધુ શુધ્ધ પાણી આપશે, 20 હજાર લિટર મફત પાણી ચાલુ રહેશે.
  • ગ્રેજ્યુએશન સુધી દરેક બાળકને સારી શિક્ષણની ખાતરી છે.
  • દિલ્હીવાસીઓને શ્રેષ્ઠ સારવાર મળશે.
  • વિદ્યાર્થીનીઓ માટે મફત મુસાફરીની પણ જોગવાઈ રહેશે.
  • પ્રદૂષણ મુક્ત દિલ્હી.
  • મહિલાઓની સુરક્ષા સર્વોચ્ચ છે, મહોલ્લા માર્શલ પોસ્ટ કરવામાં આવશે.
  • સ્વચ્છ યમુના બનાવવાનું કામ શરૂ કરવામાં આવશે.
  • મૂળ સુવિધાઓ કાચી વસાહતોમાં પહોંચાડવામાં આવશે.
  • ઝૂંપડપટ્ટીના લોકોને પાકા ઘરની ગેરંટી.
English summary
Delhi elections: Aam Aadmi Party released manifesto, made these big announcements
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X