For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી ગેંગરેપઃ દિલ્હીમાં ઉગ્ર પ્રદર્શન, પોલીસનો લાઠીચાર્જ

|
Google Oneindia Gujarati News

delhiprotest
નવીદિલ્હી, 22 ડિસેમ્બરઃ દિલ્હીમાં ચાલતી બસમાં સામુહિક બળાત્કારની ઘટનાના વિરોધમાં રાષ્ટ્રીય રાજધાનીમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શને શનિવારને ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. પ્રદર્શનકારીઓની ભીડે રાષ્ટ્રપતિ ભવનનો સુરક્ષાઘેરો તોડી નાંખ્યો છે અને આગળ વધી રહ્યાં છે. બીજી તરફ ઇન્ડિયા ગેટ પર હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ, સામાજિક કાર્યકર્તાઓ અને સામાન્ય નાગરીકો એકઠા થયા છે અને પીડિતા માટે ન્યાયની માંગ કરી રહ્યાં છે. પ્રદર્શનકારીઓમાં કેટલાક લોકો આવા જધન્ય કૃત્યને અંજામ આપનારાઓને મોતની સજા ફટકારવામાં આવે તેવી માંગ કરી રહ્યાં છે, તો કેટલાક સરકારને મહિલાઓની સુરક્ષા વ્યવસ્થા કડક કરવાની માંગ કરી રહ્યાં છે. તાજી માહિતી અનુસાર, પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે અને આસું ગેસના ગોળા છોડવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે રવિવારે રાત્રે દેશની રાજધાનીમાં ચાલતી બસમાં 23 વર્ષીય યુવતી સાથે સામુહિક બળાત્કારના વિરોધમાં દેશભરમાં પ્રદર્શનોનો સિલસિલો જારી છે. આ પહેલા પીડિતા માટે ન્યાયની માંગ કરતા શુક્રવારે પણ સેંકડો મહિલાઓ અને વિદ્યાર્થીઓએ દિલ્હીના રાયસીના હિલ તરફ માર્ચ કર્યું હતું. પ્રદર્શનકારી વી વોન્ટ જસ્ટિસના સૂત્રોચ્ચાર લગાવતા રાષ્ટ્રપતિ ભવનના ગેટ નંબર બે પર પહોંચ્યા હતા, જ્યાં તેમણે રાષ્ટ્રપતિ ભવનના એક વરિષ્ઠ અધિકારીના વાહનને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. પ્રદર્શનકારીઓની માંગ છે કે તેમને અંદર જવાની અનુમતિ આપવામાં આવે. તે વખતે પણ ભીડને ઇન્ડિયા ગેટ તરફ વાળી દેવામાં આવી હતી.

આ ઉપરાંત પ્રદર્શનકારીઓના બીજા સમૂહએ દક્ષિણ દિલ્હી સ્થિત સફદરજંગ હોસ્પિટલ નજીક પ્રદર્શન કર્યું હતું, જ્યાં પીડિતા જિંદગી અને મોત વચ્ચે સંઘર્ષ કરી રહી છે. એક અન્ય સમૂહએ નવગઠિત આમ આદમી પાર્ટીના બેનર હેઠળ મધ્ય દિલ્હી સ્થિત જંતર-મંતર પર ધરણા કર્યાં હતા. આ ઉપરાંત ઘણા લોકોએ દિલ્હીના મુખ્યમંત્રી શીલા દીક્ષિતના ઘરની બહાર પ્રદર્શન કર્યું હતું.

English summary
Water cannons and tear gas were used by police against the protesters to disperse them at Raisina Hill, close to Rashtrapati Bhavan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X