For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી- NCRમાં વાદળ વરસ્યા, આ 8 રાજ્યોમાં ભારે વરસાદનું અલર્ટ

દિલ્હી- NCRમાં વાદળ વરસ્યા, આ 8 રાજ્યોમાં ભારે વરસાદનું અલર્ટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી અને એનસીઆરના કેટલાય વિસ્તારોમાં આજે સવારે તેજ વરસાદ થયો, જેનાથી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે, આજે સાઉથ દિલ્હીના મુનિરકા, કટવારિયા સરાય, પૂર્વી દિલ્હીના પાંડવ નગર, લક્ષ્મી નગર અને મયૂર વિહાર વિસ્તારોમાં વાદળો ધોધમાર વરસ્યા, આ ઉપરાંત નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામના પણ કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ થયો છે, જણાવી દઈએ કે ભારતીય હવામાન વિભાગે પહેલા જ અહીં ભારે વરસાદનું અલર્ટ જાહેર કર્યું હતું.

સોમવારે પણ વરસાદનું અનુમાન

સોમવારે પણ વરસાદનું અનુમાન

હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ અહીં મોસમનો મિજાજ બદલી શકે છે, વિભાગે કહ્યું કે પશ્ચિમી વિક્ષોભ અને પૂર્વી હવાઓના કારણે જ સોમવાર સુધી અહીં બદલાવ જોવા મળી શકે છે, જેના કારણે વરસાદનો સિલસિલો સોમવાર સુધી ચાલુ રહેશે.

ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના

ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના

હવામાન વિભાગે આગલા 24 કલાક દરમિયાન પૂર્વી ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ઉત્તરી તટીય આંધ્ર પ્રદેશ અને આંતરિક કર્ણાટક, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના જતાવાઈ છે જ્યારે મધ્ય પ્રદેશમાં ટીકમગઢ, સાગર, સતના, પન્ના, દમોહ, છતરપુર, રીવા, દતિયા, ગ્વાલિયર, વિદિશા, સિંગરૌલી, ઉમરિયા, શહડોલમાં આજે હળવો વરસાદ થઈ શકે છે. જ્યારે આગલા 24 કલાક દરમિયાન રાજસ્થાનના ચુરુ, અલવર, જયપુર, ભરતપુર અને આજુબાજુના વિસ્તારોમાં આંધી સાથે હળવા વરસાદની સંભાવના છે માટે લોકોને અલર્ટ રહેવા કહેવાયું છે.

પંજાબ-હરિયાણામાં ધૂળ ભરેલી આંધી ચાલી શકે છે

પંજાબ-હરિયાણામાં ધૂળ ભરેલી આંધી ચાલી શકે છે

પંજાબ-હરિયાણામાં ધૂળ ભરેલી આંધી ચાલી શકે છે, જ્યારે આગલા 24 કલાક દરમિયાન કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં તેજ વરસાદની સંભાવના છે. આ ઉપરાંત અહીં તટીય ક્ષેત્રોમાં પણ વરસાદ થઈ શકે છે, જ્યારે બિહાર, ઝારખંડના કેટલાક વિસ્તારોમાં તેજ વરસાદ સાથે કરા પડવાની પણ સંભાવના છે, જ્યારે પ્રયાગરાજ, વારાણસી, જૌનપુર, આઝમગઢ, મિર્જાપુર, ગયા, નવાદા, જમુઈ, બાંકા, કોલકાતા અને આસનસોલ સહિત કેટલાય શહેરોમાં 40 ડિગ્રી તાપમાન રહેવાને પગલે તેજ ગરમી પડશે.

Mann Ki Baat Highlights: પીએમ મોદીની અપીલ- રમજાનમાં વધુ ઈબાદત કરોMann Ki Baat Highlights: પીએમ મોદીની અપીલ- રમજાનમાં વધુ ઈબાદત કરો

English summary
Delhi-NCR recieve Shower but Heavy Rain Expected in 8 States in India in next 24 Hours says IMD.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X