For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી: અનલોકની પ્રક્રિયા શરૂ, 50 ટકા ક્ષમતા સાથે ખુલશે બાર-રેસ્ટોરન્ટ

કોરોનાને કારણે દેશની રાજધાની દિલ્હીમાં કોરોના પ્રતિબંધોને થોડી રાહત સાથે 28 જૂન સુધી લંબાવામાં આવ્યા છે. પબ્લિક પાર્ક, બગીચા, ગોલ્ફ ક્લબ, બહાર યોગા કરવા જેવી પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત બજારો, માર્કેટ કો

|
Google Oneindia Gujarati News

કોરોનાને કારણે દેશની રાજધાની દિલ્હીમાં કોરોના પ્રતિબંધોને થોડી રાહત સાથે 28 જૂન સુધી લંબાવામાં આવ્યા છે. પબ્લિક પાર્ક, બગીચા, ગોલ્ફ ક્લબ, બહાર યોગા કરવા જેવી પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત બજારો, માર્કેટ કોમ્પ્લેક્સ, મોલ્સને સવારે 10 થી સાંજના 8 વાગ્યા સુધી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. તેમજ રેસ્ટોરાં અને બારને 50 ટકા ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. રેસ્ટોરન્ટ્સ સવારે 8 થી 10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે જ્યારે બાર બપોરે 12 થી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે.

Unlock

આ ચીજો પર પ્રતિબંધ

  • તમામ શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ, તાલીમ, કોચિંગ સંસ્થાઓ વગેરે બંધ રહેશે. ઓનલાઇન અને ડિસ્ટેંસ લર્નિંગ ક્લાસ ચાલુ રહેશે અને બઢાવો આપવામાં આવશે.
  • સામાજિક, રાજકીય, રમતગમત, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક, તહેવાર સંબંધિત કાર્યક્રમો અને આ માટે લોકોને એકઠા કરવા પર પ્રતિબંધ.
  • બધા સ્વિમિંગ પુલ બંધ રહેશે. જો કે, જેઓ રમતગમત સાથે સંકળાયેલા છે અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લે છે તેમને આની મંજૂરી આપવામાં આવી છે.
  • સિનેમા હોલ, થિયેટરો, બેંક્વેટ હોલ, મલ્ટિપ્લેક્સ, એમ્યુઝમેન્ટ પાર્ક, વોટર પાર્ક, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ બંધ રહેશે. સ્પા, જીમ, યોગ સંસ્થાઓ બંધ રહેશે.

આની મંજુરી

  • તમામ સરકારી કચેરીના અધિકારીઓનો વર્ગ 100 ટકા ક્ષમતા સાથે ઓફિસમાં આવી શકે છે, જ્યારે બાકીના કર્મચારીઓ 50 ટકાની ક્ષમતા સાથે કચેરીમાં આવી શકે છે.
  • લોકોને ખાનગી ઓફિસોમાં 50 ટકા ક્ષમતા સાથે સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી ઓફિસે આવવાની છૂટ છે.
  • કરિયાણાની દુકાન, કોલોનીમાં ચાલતી દુકાનોને દરરોજ ખોલવાની છૂટ આપવામાં આવી છે. બિન-જરૂરી ચીજોની દુકાનો સવારે 10 થી રાત્રીના 8 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.
  • બધા બજારો, સંકુલ અને મોલ સવારે 10 થી રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લા રહેશે.
  • રેસ્ટોરન્ટ્સ 50 ટકાની ક્ષમતા સાથે સવારે 8 થી 10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે.
  • બાર 50 ટકાની ક્ષમતા સાથે બપોરે 12 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધી ખુલ્લા રહી શકે છે.

English summary
Delhi: Unlock process begins, bar-restaurant to open with 50 per cent capacity
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X