For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેવયાની મામલે ભારતના કડક વલણથી નરમ પડ્યું અમેરિકા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 18 ડિસેમ્બર: અમેરિકામાં વિઝા છેતરપિંડી અને ઘરેલું નોકરાણીનું આર્થિક શોષણ કરવાના આરોપમાં ભારતીય રાજદ્વાર દેવયાની સાથે એવું જ વર્તન કરવામાં આવ્યું જે કોઇ ખતરનાક ગૂનેગારો સાથે કરવામાં આવે છે. દેવયાનીની અમેરિકામાં માત્ર કપડા ઉતરાવીને તલાશી લેવામાં આવી પરંતુ તેને જાહેરમાં હાથકડી પહેરાવીને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવી ત્યા તેને સેક્સ વર્કરો અને ગૂનેગારોની સાથે ઉભી રાખવામાં આવી. ત્યારબાદ તેમની ડીએનએ સ્વૈબિંગ અને મોની પણ તપાસ કરવામાં આવી.

ભારતીય રાજદ્વાર દેવયાની ખોબરાગડેએ અમેરિકામાં પોતાની સાથે થયેલા દુર્વ્યવહાર સાથે જોડાયેલ વાતો પોતાના આઇએફએસ સાથીઓને ઇમેલ કરીને જણાવી છે. દેવયાનીએ પોતાના ઇમેઇલમાં સરકારને વિનંતી કરી છે કે સરકાર તેમની અને તેમના બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરે અને આઇએફએસનું સન્માન રાખવામાં આવે, જેને કોઇ કારણ વગર ઠેસ પહોંચાડવામાં આવી છે.

પોતાના સાથીઓને મોકલવામાં આવેલા ઇમેલમાં દેવયાનીએ લખ્યુ છે કે અમેરિકામાં થયેલા દુર્વ્યવહારના કારણે તે ઘણી વખત રોઇ છે, પરંતુ તેમણે પોતાનું સન્માન સાચવવા માટે ખુદને સંભાળી રાખી કારણ કે તે મારા દેશનું પ્રતિનિધિત્વ કરી રહી હતી.

સાથીઓને મોકલવામાં આવેલ ઇમેલ:
''જ્યારે હું આ બધામાંથી પસાર થઇ રહી હતી, ત્યારે ઘણી વખત હું મારી આંખોમાંથી આસુ આવી ગયા કારણ કે મારી સાથે સતત એવું વર્તન કરવામાં આવી રહ્યું હતું કે જાણે હું બહુ મોટી ગૂનેગાર હોવ. મને હાથકડી પહેરાવી, કપડા ઉતરાવીને તલાશી લેવાઇ, મોની તપાસ કરાઇ, ડીએનએ સ્વૈબિંગ, ગુનેગારો અને નશાખોરોની હરોળમાં ઉભી રાખવામાં આવી, જોકે એક રાજદ્વારી હોવાના કારણે મને વિશેષ અધિકાર મળેલા છે. પરંતુ આ વર્તન સામે લડવા માટે મને શક્તિ મળી કે મારા સાથીઓ અને મારા દેશનું પ્રતિનિધિત્વ સંપૂર્ણ વિશ્વાસ અને સમ્માન સાથે કરવાનું છે.''

મંગળવારે આ ઇમેલ સામે આવ્યા બાદ ભારત સરકાર હૂંફાળી જાગી અને તેણે અમેરિકા વિરુદ્ધ સખત વલણ અપનાવ્યું. આઇએફએસ ઓફિસર્સ એસોસિએશને આ મામલામાં સરકારની દખલગીરીની માગ કરતા જણાવ્યું કે જો અમેરિકા કોઇ શરત વગર માફી ના માગે તો સરકારે આના વિરોધમાં જવાબી કાર્યવાહી કરવી જોઇએ.

દેવયાની મામલે ભારતના સખત વિરોધ બાદ અમેરિકાના વલણમાં થોડી નરમી આવી છે. અમેરિકન વિદેશ વિભાગે જણાવ્યું કે તેઓ દેવયાની મામલામાં ધરપકડની પ્રક્રિયાની સમીક્ષા કરશે. આ પહેલા ગઇકાલે ભારત સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે રાજદૂત સાથે ખરબ વર્તનના મામલામાં વોશિંગ્ટનને કોઇ શરત વગર માફી માગવી પડશે. સરકારે દિલ્હીમાં અમેરિકન દૂતાવાસની બહાર લાગેલા સુરક્ષા બેરિકેડ્સ હટાવી લીધા, આ ઉપરાંત દૂતાવાસના અધિકારીઓ પાસે ઘણા સવાલોના જવાબ પણ માગવામાં આવ્યા.

English summary
Devyani confirms strip search: US agrees to review Indian diplomat Devyani Khobragade's detention procedure.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X