For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓરિસ્સાના વિકાસ માટે કેન્દ્રીય મંત્રીએ માગી સુરતના બિઝનેસમેનની મદદ

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રવિવારે સુરતના ટેક્સટાઈલ અને પ્લાસ્ટિક ટ્રેડર્સને આસામમાં રોકાણ કરવા માટે આમંત્રણ આપ્યું

|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રવિવારે સુરતના ટેક્સટાઈલ અને પ્લાસ્ટિક ટ્રેડર્સને આસામમાં રોકાણ કરવા માટે આમંત્રણ આપ્યું, કહ્યું કે પૂર્વોત્તરના રાજ્યોના ઈન્ડસ્ટ્રિયલ વિકાસ માટે સુરતના બિઝનેસમેનની મદદની જરૂર છે. ટેક્સટાઈલ એન્ડ પ્લાસ્ટિક ઈન્વેસ્ટર્સ કૉન્ક્લેવમાં વાત કરાતાં ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, "પ્લાસ્ટિક અને ટેક્સટાઈલ સેક્ટેરમાં સંભવિત ગ્રોથ માટે ઓરિસ્સા પાસે તમામ જરૂરી કાચો માલ ઉપલબ્ધ છે. ત્રણ વર્ષ પહેલાં પીએમ મોદીએ સુરતમાં સ્થળાંતર કરનાર ઓરિસ્સાના લોકોના હાર્ડ વર્કના વખાણ કરતા કહ્યું હતું કે ગુજરાતની સમૃદ્ધિ પાછળ ઓરિસ્સાના લોકોનો પણ હાથ છે. સુરતમાં ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીને આગળ વધારવામાં ઓરિસ્સાના લોકોના હાર્ડ વર્કનો પણ મહત્વનો રોલ હતો." વધુમાં ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે હવે તેવી જ રીતે સુરતના રોકાણકારોએ ઓરિસ્સા આવવું જોઈએ અને પેરાદિપ અને ભદરકમાં ટેક્સટાઈલ અને પ્લાસ્ટિક ફેક્ટરી વિકસાવવા મદદ કરવી જોઈએ.

સ્થપાશે ઈન્ડસ્ટ્રિયલ એરિયા

સ્થપાશે ઈન્ડસ્ટ્રિયલ એરિયા

પેરાદિપ અને ભદરકમાં ટેક્સટાઈલ પાર્ક અને પ્લાસ્ટિક પાર્કમાં રોકાણની તકોને વધુ આકર્ષિત કરવાના હેતુસર આ કૉન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું. વધુમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે એક વાર અહીં ઈન્ડસ્ટ્રિયલ એરિયા સેટઅપ થઈ ગયા બાદ પેરાદિપ પોર્ટ ગુજરાતના કંડલા બંદરને પણ પાછળ છોડી દેશે.

મોદીએ પોર્ટનું કામ પૂર્ણ કરવા કહ્યું

મોદીએ પોર્ટનું કામ પૂર્ણ કરવા કહ્યું

જણાવી દઈએ કે ગુજરાતનો કંડલા પોર્ટ ભારતના ટૉપ બંદરોમાનું એક છે. થોડા દિવસ પહેલા પીએમ મોદીએ ઓરિસ્સા સરકારને મેસેજ મોકલીને વહેલી તકે હરિદાસપુર લાઈનની સાથે પેરાદિપ પોર્ટનું કામ પૂર્ણ કરવા માટે કહ્યું હતું. આગામી દિવસોમાં કામ પૂર્ણ થઈ ગયા બાદ અને અહીં ફેક્ટરીઓ શરૂ થઈ ગયા બાદ પેરાદિપ પોર્ટ ગુજરાતના કંડલા પોર્ટને પાછળ છોડી મૂકવાની ક્ષમતા ધરાવતું બંદર બની જશે. પેરાદિપ પોર્ટમાં ટ્રેન અને રસ્તાની કનેક્ટિવિટી હશે ઉપરાંત આગામી દિવસોમાં મિડિયમ સાઈઝનો એરપોર્ટ બનાવવામાં પણ આવશે.

અર્થતંત્રમાં નાના ઉદ્યોગોનો પણ મહત્વનો ફાળો

અર્થતંત્રમાં નાના ઉદ્યોગોનો પણ મહત્વનો ફાળો

ગુજરાતની મદદ માગતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે ગુજરાત આયર્નનું ઉત્પાદન નથી કરી રહ્યું છતાં કચ્છમાં આયર્ન પાઈપનું મેન્યુફેક્ચરિંગ થઈ રહ્યું છે. ઓરિસ્સાને વિકાસના પંથે લઈ જવા માટે અમે ગુજરાત સાથે સારા ઔદ્યોગિક સંબંધો વિકસાવવામ માગીએ છે. અહીં હું ઓરિસ્સાની ઈન્ડસ્ટ્રીઝ માટે અને મોદીના બેલેન્સ્ડ ડેવલપમેન્ટના ડ્રીમને પૂરું કરવાના ઉદ્દેશ્યથી આવ્યો છું. વધુમાં કહ્યું કે માત્ર 10-20 ઉદ્યોગપતિઓ દ્વારા દેશની ઈકોનોમિ નક્કી નથી થતી, તેમાં મધ્યમ અને નાના એન્ટરપ્રાઈઝિસનો પણ મહત્વનો ફાળો હોય છે. આ પણ વાંચો-કેન્દ્ર સરકારનું મીડિયાને ફરમાન, દલિત શબ્દનો ઉપયોગ ના કરો

English summary
dharmendra pradhan asked help of industrialists of surat to develop odisha.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X