Exclusive : બાબા રામદેવે ભાજપના ઉમેદવારને કહ્યું; માઇક્રોફોન ચાલુ હોય ત્યારે પૈસાની વાત નહીં કરવાની

Google Oneindia Gujarati News

જયપુર, 17 એપ્રિલ : યોગ ગુરુ બાબા રામદેવ ગુરુવારે અલવર જિલ્લાના ભાજપના ઉમેદવારને એવી ચેતવણી આપતા કેમેરામાં ઝડપાઇ ગયા હતા કે 'માઇક્રોફોન ચાલુ હોય ત્યારે પૈસા અંગે વાત નહીં કરવાની.'

આ અંગે પ્રાપ્ત અહેવાલો અનુસાર આજે ગુરુવારે અલવર જિલ્લાના ભાજપના ઉમેદવાર મહંત ચાંદ નાથ સાથે યોજેલી પ્રેસ કોન્ફરન્સ બાબા રામદેવ માટે શરમજનક અને 'ઓહ' બોલાઇ જાય તેવી રહી હતી. બાબા રામદેવ આ મુદ્દે હેબતાઇ ગયા હતા. મહંત ચાંદ નાથે બાબા રામદેવને ધીરેથી જણાવ્યું કે 'અમે નાણા મેળવવામાં ખૂબ સમસ્યાઓ અનુભવી રહ્યા છીએ. આ મતવિસ્તારમાં નાણાં લાવી શકીએ એમ નથી.'

baba-ramdev

આ વાતચીત ચાલુ હતી ત્યારે બાબા રામદેવ કેમેરામાં એમ ચેતવણી આપતા ઝડપાઇ ગયા હતા કે 'મૂરખ જેવી વાત ના કરો. અને જ્યારે માઇક્રોફોન ચાલુ હોય ત્યારે પૈસાની વાત કરવી નહીં.'

આ વાતચીત અંગે જ્યારે સ્થાનિક મીડિયાકર્મીઓએ નાણાના વ્યવહાર અંગે બાબા રામદેવને પુછ્યું તો તેઓ હેબતાઇ ગયા હતા અને પ્રશ્નનો જવાબ આપ્યા વિના ચાલ્યા ગયા હતા.

બાબા રામદેવે ઉડાઉ જવાબ આપતા કહ્યું હતું કે આ તો તમારી કલ્પના લાગે છે. અમે પૈસા અંગે કોઇ વાત કરી નથી.

સ્વીસ બેંકોમાંથી કાળુ નાણું ભારતમાં પાછું લાવવાનો ઢંઢેરો પીટતા ફરતા બાબા રામદેવ જ્યારે કાળા નાણા વહેંચવા અંગે વાત કરી રહ્યા હતા ત્યારે તેમના માટે શરમજનક બાબત હતી. તેમણે દેશની ટોચની પાર્ટીઓ કાળાનાણાની હેરફેર કરે છે તેવું અગાઉ જણાવ્યું હતું.

<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/fqZk1uUEk8c" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
Yoga Guru Baba Ramdev was on Thursday caught on camera while warning a BJP candidate from Alwar district "not to talk about money when microphones are on".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X