For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ડીએસપીની પત્નીએ ધરણાં યોજી આપી આત્મહત્યાની ધમકી'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

akhilesh-yadav
પ્રતાપગઢ, 4 માર્ચ: ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના હથિગવાં વિસ્તારમાં શનિવારે ડીએસપી જિયાઉલ હકની હત્યાના કેસમાં પ્રદેશના કેબિનેટ મંત્રી રઘુરાજ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયા વિરૂદ્દ એફઆરઆઇ દાખલ કરવામાં આવી છે. ખાદ્ય અને પુરવઠા મંત્રી પદેથી રાજીનામું આપી દિધું છે, સપાના સુપ્રિમો મુલાયમ સિંહ યાદવે કહ્યું હતું કે રાજીનામું મંજૂર કરવામાં આવશે. તેમછતાં ડીએસપીના પરિવારજનો ગુસ્સામાં છે. ડીએસપીની પત્નીએ સીબીઆઇ તપાસની માંગણી કરી છે. સાથે જ રાજ ભૈયાની ધરપકડ કરવાની માંગણી કરી છે.

મૃતદેહને લઇને ધરણાં પર બેઠેલા પરિવારજનોએ કહ્યું હતું કે મુખ્યમંત્રી સીબીઆઇ તપાસની જાહેરાત તેમના ઘરે આવીને કરે. જ્યાં સુધી રાજા ભૈયાની ધરપકડ કરવામાં નહી આવે ત્યાં સુધી મૃતદેહને દફનાવવામાં નહી આવે.

દિવસભર ચાલેલા આ ધટનાક્રમ અને લખનઉમાં શાસન સ્તર પર બેઠક બાદ મંજૂરી મળતાં ડીએસપીની પત્ની પરવીન આઝાદની તહરીર પર હથિગવાં પોલીસ સ્ટેશનમાં રવિવારે રાત્રે એફઆરઆઇ દાખલ કરી હતી. તેમાં રાજા ભૈયાના ત્રણ અંગત માણસોને હત્યાના મુખ્ય આરોપી બનાવવામાં આવ્યાં છે.

કુંડા સ્થિત હથિગવાં વિસ્તારમાં બલિપુર ગામના સરપંચ નન્હે યાદવની હત્યા બાદ શનિવારે ગામમાં બે પક્ષો વચ્ચે ખૂની સંઘર્ષ થયો હતો. તેમને રોકવા પહોંચેલા ડીએસપી સાથે ગુંડાઓ મારઝૂડ અને પછી ગોળીમારી હત્યા કરી દિધી. જેમાં પોલીસ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ પર બેદરકારી દાખવવા તથા ગંભીર ઘટનાને નજરાંદાઝ કરવાના આરોપ શનિવારે રાત્રે લાગવવામાં આવ્યાં હતા.

રવિવારે પ્રતાપગઢ પહોંચેલી ડીએસપીની પત્ની પરવીન આઝાદે એડીજી કાનૂન વ્યવસ્થા અરૂણ કુમારને જણાવ્યું હતું કે જિયાઉલ હકને રાજા ભૈયાના અંગત માણસોથી ખતરો છે. તે ઘણીવાર આ વાત કહી ચૂક્યાં હતા. બળવાની આડમાં તે લોકોએ ડીએસપીની હત્યા કરી છે. પ્રતાપગઢ પોલીસ લાઇનમાં તેમને એડીજીને આ અંગે ધ્યાન દોર્યું હતું.

પરવીન આઝાદે રાજા ભૈયા પર કાવતરું ઘડવાના તથા તેમના અંગત માણસો દ્રારા હત્યા કર્વામાં આવી હોવાનો આરોપ લગાવ્યો છે. સાંજે હથિગવાં પોલીસ સ્ટેશનમાં એફઆરઆઇ નોંઘાવી હતી. આલોક શર્માએ આ કેસની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે ગુડ્ડુ સિંહ, રોહિત સિંહ તથા કુંડા નગર પાલિકાના ચેરમેન ગુલશન યાદવ વિરૂદ્ધ ડીએસપીની હત્યા અને બળવામાં ભાગ લેવા બદલ એફઆરઆઇ દાખલ કરી છે. જેમાં રાજા ભૈયાનો મુખ્ય કાવતરાખોર બનાવવામાં આવ્યાં છે. ગુડ્ડુ સિંહ અને રોહિત સિંહ રાજા ભૈયાના ડ્રાઇવર હોવાનું કહેવામાં આવે છે.

મુખ્યમંત્રી અખિલેશ યાદવે કહ્યું છે કે દોષીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી થશે. આરોપીઓ જલદી જેલના સળીયા પાછળ હશે. ઘટનાની સંવેદનશીલતા જોતાં રાજ્યના આઇપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

English summary
Raghuraj Pratap Singh alias 'Raja Bhaiya' on Monday resigned from the state cabinet a day after he was booked for an alleged conspiracy to kill DSP Zia-ul-Haque in Pratapgarh district.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X