For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Namo TV પર વિવાદ વધ્યો, EC એ જવાબ માંગ્યો

આચાર સંહિતા લાગુ થવા અને લોકસભા ચૂંટણીના થોડા દિવસ પહેલા જ ભાજપ ઘ્વારા લોન્ચ કરવામાં આવેલી નમો ટીવી ચેનલ પર વિવાદ ઉભો થયો છે.

|
Google Oneindia Gujarati News

આચાર સંહિતા લાગુ થવા અને લોકસભા ચૂંટણીના થોડા દિવસ પહેલા જ ભાજપ ઘ્વારા લોન્ચ કરવામાં આવેલી નમો ટીવી ચેનલ પર વિવાદ ઉભો થયો છે. આમ આદમી પાર્ટીએ 24 કલાક ચાલનારી ચેનલ Namo TV અંગે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. ચૂંટણી પંચે હવે સૂચના અને પ્રસારણ મંત્રાલય પાસે તેનો જવાબ માંગ્યો છે. આમ આદમી પાર્ટીએ તેને આચાર સંહિતાનું ઉલ્લંઘન ગણાવ્યું છે.

namo tv

આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચને પત્ર લખીને કહ્યું હતું કે આદર્શ આચાર સંહિતા લાગુ થયા પછી પણ શુ પાર્ટીને પોતાની ટીવી ચેનલ લોન્ચ કરવાની અનુમતિ મળી શકે છે. જો ચૂંટણી પંચ પાસે તેની અનુમતિ નહીં માંગવામાં આવી તો આખરે તેની સામે કઈ કાર્યવાહી કરવામાં આવી? આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસ ઘ્વારા પણ નમો ટીવી લોન્ચનો વિરોધ કરવામાં આવ્યો છે.

નમો ટીવી મામલે આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચને આપેલી ફરિયાદમાં કહ્યું કે, આ ટીવી પર પ્રસારિત થતા કાર્યક્રમો પર કોણ નજર રાખશે? આમ આદમી પાર્ટી ઘ્વારા આ મામલે ગંભીર ચિંતા વ્યકત કરતા ચૂંટણી પંચને તેના પર તાત્કાલિક નિર્ણય લેવા માટે કહ્યું. આ મુદ્દે કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે કહ્યું કે પાર્ટીનું એક પ્રતિનિધિમંડળ કેટલાક મુદ્દાઓ પર ચૂંટણી પંચ સાથે મળેલું છે, જેમાં ભાજપ ઘ્વારા દૂરદર્શનનો દુરુપયોગ પણ શામિલ છે.

આ પણ વાંચો: કોંગ્રેસના મેનિફેસ્ટોમાં રાજદ્રોહની ધારા ખતમ કરવાની વાત પર જાણો કન્હૈયા કુમારે શું કહ્યું?

લોકસભા ચૂંટણી માટે પ્રચાર અને આચાર સંહિતા વચ્ચે ભાજપ ઘ્વારા આ ચેનલ લોન્ચ કરવામાં આવી છે. નમો ટીવી પર પીએમ મોદીની રેલીઓની લાઈવ બ્રોડકાસ્ટિંગ કરવામાં આવે છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ટીવી પર પીએમ મોદીના ચૂંટણી ભાષણો પણ પ્રસારિત કરવામાં આવશે પરંતુ હવે તેના લૌન્ચિંગ પર વિરોધ ઉભો થયો છે.

આ પણ વાંચો: Opinion Poll: યૂપીમાં ભાજપને થશે આટલી સીટોનું નુકસાન, જાણો દેશનો મૂડ

English summary
ECI sought response from IB ministry on 24-hour channel NAMO TV
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X