For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચૂંટણી પરિણામોની સમીક્ષા માટે પીએમ મોદીએ બેઠક બોલાવી

ચૂંટણી પરિણામોની સમીક્ષા માટે પીએમ મોદીએ બેઠક બોલાવી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પરિણામ સામે આવ્યા બાદ જેવી રીતે શરૂઆતી પરિણામોમાં ભાજપને નિરાશા સાંપડી રહી છે તેને જોતાં પીએમ મોદીએ સમીક્ષા બેઠક બોલાવી છે. શરૂઆતી પરિણામોમાં ભાજપ ત્રણ રાજ્યો ગુમાવતી જણાઈ રહી છે જેને પગલે ભાજપના શીર્ષ નેતૃત્વની મુશ્કેલીઓ વધી ગઈ છે. પરિણામો સામે આવ્યા બાદ નરેન્દ્ર મોદીએ આ ચૂંટણી પરિણામોની સમીક્ષા માટે મહત્વની બેઠક બોલાવી છે. પીએમ મોદીએ ભારતીય જનતા પાર્ટીના કોર ગ્રુપની બેઠક બોલાવી છે, જેમાં ચૂંટણી પરિણામો પર ચર્ચા થઈ શકે છે.

bjp

બેઠકમાં ભાજપ કોર ગ્રુપના સભ્ય સુષ્મા સ્વરાજ અને નિતિન ગડકરી સહિત કેટલાય નેતા ભાગ લેશે. જેવી રીતે સોમવારે રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાના ગવર્નર ઉર્જિત પટેલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું તે બાદ માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં ઉર્જિત પટેલના રાજીનામાંના પ્રભાવ પર ચર્ચા થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આજથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થઈ રહ્યું છે.

આ પણ વાંચો- મધ્ય પ્રદેશ ઈલેક્શન રિઝલ્ટ 2018: ભાજપ- કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર

English summary
Election Results 2018: Narendra Modi call the key meet of BJP core group to discuss poll results.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X