For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈયૂ સભ્યો સાથે મુલાકાત દરમિયાન પીએમ મોદીએ કહ્યું- આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટેલરેન્સ હોવું જોઈએ

ઈયૂ સભ્યો સાથે મુલાકાત દરમિયાન પીએમ મોદીએ કહ્યું- આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટેલરેન્સ હોવું જોઈએ

|
Google Oneindia Gujarati News

યૂરોપીય સંઘના સભ્યોના 28 સભ્યોના પ્રતિનિધિમંડળે આજે પીએમ મોદીની તેમના આવાસે મુલાકાત કરી છે. આ સભ્યોની મુલાકાત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે પણ થઈ છે. આ દરમિયાન તેમણે કાશ્મીર મુદ્દા પર ચર્ચા કરી અને અનુચ્છેદ 370 હટાવ્યા બાદની ત્યાંની સ્થિતિ વિશે જાણ્યું.

modi

પીએમ મોદીએ ભારત સાથે ઈયૂના સંબંધોના મહત્વના વખાણ કર્યાં. જે પોતાના કાર્યકાળની શરૂઆતમાં જ ભારતના પ્રવાસ પર છે. પીએમઓએ જણાવ્યું કે પીએમ મોદીએ આશા વ્યક્ત કરી છે કે જમ્મુ-કાશ્મીર હિત બાકીના ભારતનો તેમનો પ્રવાસ સારો રહે.

જમ્મુ-કાશ્મીરની તેમની યાત્રાથી પ્રતિનિધિમંડળને ક્ષેત્રની સાંસ્કૃતિક અને ધાર્મિક વૈવિધતાની સારી સમજ મળશે. આ ઉપરાંત તેમને ક્ષેત્રના વિકાસ અને શાસનની પ્રાથમિકતાઓનો એક સ્પષ્ટ દ્રષ્ટિકોણ પણ મળશે.

પ્રધાનમંત્રી મોદીએ ઈયૂના સભ્યો સાથે વાતચીત કરી અને કહ્યું કે આતંકવાદીઓનું સમર્થન કાંતો પ્રાયોજિત કરનાર અથવા તો આવી ગતિવિધિઓ અને સંગઠનોનું સમર્થન કરનાર અથવા નીતિના રૂપમાં આતંકવાદનો ઉપયોગ કરનાર વિરુદ્ધ તત્કાળ કાર્યવાહી કરવી જોઈએ. આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટોલરેન્સ હોવું જોઈએ. તેમણે કહ્યું કે નિષ્પક્ષ અને સંતુલિત દ્વિપક્ષીય વ્યાપાર અને રોકાણ સમજૂતી મારી સરકારની પ્રાથમિકતા છે.

આ પેનલ 29 ઓક્ટોબરે કાશ્મીરનો પ્રવાસ કરશે. જણાવી દઈએ કે પાંચ ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ 370 સમાપ્ત કરી દેવામાં આવ્યો હતો. જે બાદ પાકિસ્તાને આ મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાની ઘણી કોશિશો કરી અને ભારત પર કેટલાય પ્રકારના આરોપો પણ લગાવ્યા હતા. પરંતુ ઈયૂ નેતાઓની આ મુલાકાત બાદ બધું સ્પષ્ટ થઈ જશે.

ઇમરાન ખાને ફરી કરી બકવાસ, કાશ્મીરીઓના હક માટે કોઇ પણ હદ સુધી જશે પાકિસ્તાનઇમરાન ખાને ફરી કરી બકવાસ, કાશ્મીરીઓના હક માટે કોઇ પણ હદ સુધી જશે પાકિસ્તાન

અનુચ્છેદ 370 હટ્યા બાદથી આ વિદેશી પ્રતિનિધિમંડળનો પહેલો કાશ્મીર પ્રવાસ હશે. જો કે અત્યાર સુધી ભારત તરફથી કોઈપણ વિદેશી પ્રતિનિધિમંડળને જમ્મુ-કાશ્મીર જવાની મંજૂરી આપવામાં આવી નથી. જણાવવામાં આવી રહ્યું છે કે આ સભ્યોને અજીત ડોભાલે નિમંત્રણ આપી દીધું હતું. આ એક યૂરોપિયન એનજીઓ આ સમગ્ર પ્રવાસ આયોજિત કરી રહી છે.

આ સભ્યોમાંથી એક બીએન ડને કાશ્મીર પ્રવાસ પર કહ્યું, 'હા અમે કાલે ત્યાં જઈ રહ્યા છીએ. પીએમ મોદીએ અમને અનુચ્છેદ 370 હટાવવા વિશે વિસ્તારથી જણાવ્યું છે પરંતુ હું જમીની સ્તર પર જોવા માંગું છું કે આ હકિકતમાં કેવું છે અને કેટલાક સ્થાનિક લોકો સાથે વાતચીત કરવા પણ માંગું છું. અમે બધા માટે શાંતિ અને સામાન્ય સ્થિતિ ઈચ્છીએ છીએ.'

English summary
EU members met pm modi, modi says there should be zero tolerance for terrorism
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X