પનામા પેપર્સ: IT ના નિશાના પર છે અમિતાભ બચ્ચન

Posted By:
Subscribe to Oneindia News

પાકિસ્તાનમાં પનામા પેપરમાં નામના કારણે નવાઝ શરીફને પ્રધાનમંત્રી તરીકેના તેમના પદ પરથી નીકળવામાં આવ્યા. આ તમામ આરોપોનો સામનો કરી રહેલા ભારતીયો પર પણ હવે ભારતીય કર સંસ્થાઓએ તેજીની પગલાં લઇને કામ શરૂ કર્યું છે. ઉલ્લેખનીય છે કે ભારતીય એજન્સીઓ પર આ મામલે મોડું કામકાજ શરૂ કરવાનો આરોપ પણ લાગ્યો છે. વળી પનામાં પેપર્સમાં મહાનાયક અમિતાભ બચ્ચનથી લઇને અનેક મોટો નેતાઓ અને વ્યક્તિઓના નામ જોડાયેલા છે. ત્યારે આ મામલે આયકર વિભાગે ઝડપ બતાવી છે. આયકર વિભાગે આ મામલે જાણકારી મેળવવા માટે એક મોટા અધિકારીને બ્રિટન મોકલ્યો છે. આ અધિકારીને બ્રિટનના વર્ઝિન આઇલેન્ડમાં જઇને તપાસ કરશે. નોંધનીય છે કે વર્ઝિન આઇલેન્ડને ટેક્સ હેવન તરીકે અનેક દેશોમાં પ્રખ્યાત છે.

amitabh bachchan

ઉલ્લેખનીય છે કે આયકર વિભાગે પનામા પેપર્સ માટે 33 લોકોની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. અને બાકી લોકોની વિરુદ્ધ તપાસ થઇ રહી છે. અંગ્રેજી છાપુ ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયેલી ખબર મુજબ નામ જાહેર ના કરવાની શર્તે આ અધિકારીએ જણાવ્યું છે કે તપાસમાં કોઇ કસર નહીં છોડવામાં આવે. અને અન્ય દેશોમાંથી પણ જાણકારી મેળવવામાં આવશે.

અધિકારીએ વધુમાં જણાવ્યું કે જે લોકોનાં નામ પનામા દસ્તાવેજોમાં આવ્યા છે તેમનો સીધો સંબંધ આ પેપર્સ સાથે નથી માટે સીધી તપાસ કરવી મુશ્કેલ છે. માટે જ આ અંગે વધુ જાણકારી મેળવવામાં આવી રહી છે. આ માટે જ કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ એટલે કે સીબીડીટીના એક અધિકારીને બ્રિટિશ વર્ઝિન આઇલેન્ડ મોકલવામાં આવી રહ્યો છે. જે માટે વધુ માહિતી મેળવીને આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

English summary
Eyes on Amitabh Bacchan and others in panama papers leaks

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.