પ્રેમમાં નિષ્ફળતા અને કેરિયરના લીધે જિયાએ કરી હતી આત્મહત્યા: પોલીસ

મુંબઇ, 5 જૂન: યુવા અભિનેત્રી જિયા ખાને ગળે ફાંસી ખાઇને આત્મહત્યા કરી લીધી છે અને પોલીસે દાવો કર્યો છે કે અભિનેતા દંપતીના પુત્રની સાથે પ્રેમમાં નિષ્ફળતા મળતાં તેનું દિલ તૂટી ગયું હતું જેથી સોમવારે રાત્રે જિયા ખાને આત્મહત્યા કરી લીધી હોવાનું કારણ દર્શાવ્યું છે.

પચ્ચીસ વર્ષીય જિયા ખાનના મૃતદેહને સોમવારે રાત્રે 11 વાગે જૂહૂમાં તેમના આવાસ 'સાગર સંગીત'માં ફાંસીએ લટકી ગઇ હતી. આ ઘરમાં જિયા ખાનની માતા અને બહેન રહે છે પરંતુ ઘટનાના સમયે ઘરમાં હાજર ન હતા.

પ્રાથમિક તપાસમાં થયો છે કે કલાકાર દંપતિ આદિત્ય પંચોલી અને જરીના વહાબના પુત્ર સૂરજ પંચોલી સાથે છેલ્લા એક વર્ષથી સંબંધો ધરાવતી હતી. માનવામાં આવે છે કે સૂરજના નવા પ્રેમ સંબંધ વિશે જાણ થયા બાદ જિયા ખાન ડિપ્રેશનમાં જતી રહી હતી.

તપાસકર્તાઓએ કહ્યું હતું કે પહેલી નજરમાં એવું લાગે છે કે વર્ષ 2007માં 'નિશબ્દ'માં અમિતાભ બચ્ચન સાથે પોતાના ફિલ્મી સફરની શરૂઆત કરનાર જીયા ખાને એક એક્ટિંગ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થી સૂરજ સાથે સંબંધોમાં તણાવ ઉદભવતા આત્મહત્યા કરી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર સૂરજ પંચોલી અને જિયા ખાને ગઇકાલે ફોન પર વાતચીત કરી હતી અને તેમની વચ્ચે રાત્રે 10:53 વાગે અંતિમ વખત બે મિનિટ સુધી વાતચીત થઇ હતી. ત્યારબાદ જિયા ખાને આત્મહત્યા કરી લીધી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે આ ઘટના રાત્રે 11 વાગ્યાથી માંડીને 11:30 વાગ્યા દરમિયાન ઘટી હતી.

સૂત્રોનું માનવું છે કે જિયા ખાન અને સૂરજ પંચોલી પર ફક્ત પોતાનો હક માનતી હતી, ગત રાત્રે તેમને મોબાઇલ ફોન પર એક બીજાને મેસેજ મોકલ્યા હતા. સૂરજે તેને ગુલદસ્તો મોકલ્યો હતો જેને જિયા ખાને સ્વિકાર્યો હતો. કહેવામાં આવે છે કે બૉલીવુડમાં પોતાના કેરિયરને લઇને નાખુશ હતી કારણ કે તેને ગત કેટલાક સમયથી કામ મળ્યું ન હતું. તેને પોતાની માતાને કહ્યું હતું કે તે બૉલીવુડમાં અભિનય ઉપરાંત ઇન્ટીરિયર ડિઝાઇનિંગનું કામ પણ કરવા માંગે છે.

તેની માતા રજિયા ખાને પોલીસને જણાવ્યું હતું કે જિયા ખાન એક ઓડિશન માટે બે જૂનના રોજ હૈદ્વાબાદ ગઇ હતી જે સારું રહ્યું ન હતું. તેની માતાએ પોલીસને કહ્યું હતું કે જિયા ખાનને વજન ઓછું કરવાની સલાહ આપી હતી. પોલીસે સૂરજ અને આદિત્ય પંચોલી સાથે સાડા ત્રણ કલાક સુધી પૂછપરછ કરી હતી અને જો જરૂરિયાત જણાશે તો તેને ફરીથી બોલાવવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X