For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખાદ્ય વસ્તુની કિંમતમાં ઘટાડો બેધારી તલવાર જેવો છે

ખાદ્ય વસ્તુની કિંમતમાં ઘટાડો બેધારી તલવાર જેવો છે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પાછલા કેટલાક મહિનામાં ખાદ્ય વસ્તુની કિંમતોમાં ઘટાડાથી સરકારને ફુગાવાને કાબૂમાં રાખવામાં મદદ મળી છે. સારો પાક અને ખેતી ઉત્પાદનમાં વૃદ્ધિ થઈ છે, જેણે ખાદ્ય કિંમતોને નીચે રાખી છે, એક રીતે આ બમણી ધાર વાળી તલવાર સાબિત થયું છે. જણાવી દઈએ કે સરકાર પોતાની એમએસપી નીતિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2020 સુધી કૃષિની આવકને બમણી કરવાના ઉદ્દેશ્યને હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ છે.

food

બજેટની સમસ્યાઓ ઉપરાંત ફુગાવો નિયંત્રણ ગ્રાહકો માટે સારી બાબત છે. પાછલા અઠવાડિયે રજૂ કરેલ ડેટા મુજબ ધાન્ય, દૂદ અને તેલીબિયાંનો ફુગાવો ઘટ્યો છે, જ્યારે અનાજ, ઘઉં અને બટેકામાં ક્રમશઃ 5.54 ટકા, 8.87 ટકા અને 80.13 ટકાનો વધારો થય છે. જ્યારે હોલસેલ બજારમાં ડુંગળી, ઈંડા અને માંસનો ફુગાવો ધીમો થયો છે. કેટલાય લોકોએ ઓઈલની કિંમતોમાં વધારા બાદ ફુગાવામાં પણ વધારાની ઉમ્મીદ કરી હતી કેમ કે હંમેશા ઓઈલ કિંમતોને ફુગાવા સાથે જોડીને જોવામાં આવે છે.

ઓઈલ કિંમતમાં વધારા બાદ પણ ફુગાવો દર એક જ દિશામાં છે. જો કે ઓઈલની કિંમત અર્થવ્યવસ્થાના નાણાકીય અને ચાલૂ ખાતાને પ્રભાવિત કરશે. જણાવી દઈએ કે ફુગાવા બજારમાં વસ્તુઓની કિંમતને પ્રભાવિત કરે છે. જો ફુગાવો કન્ટ્રોલમાં છે તો સમજી લેવું કે ભાવ વધારો નિયંત્રણમાં છે. તેથી ગ્રાહકો માટે એક સારા સમાચાર છે પરંતુ ખર્ચ કરવાના મામલામાં સરકાર માટે એક સમસ્યા છે.

ભારતના જથ્થાબંધ ભાવ સૂચકાંક અથવા જથ્થાબંધ ફુગાવો સપ્ટેમ્બર 2018માં 5.13 ટકા રહ્યો જ્યારે ઓગસ્ટમાં 4.53 ટકા રહ્યો હતો. ક્વાર્ટરના અંતે સપ્ટેમ્બરમાં જથ્થાબંધ ભાવ સૂચકાંકમાં 4.98 ટકાની વૃદ્ધિ થઈ હતી. પાછલા ત્રણ ક્વાર્ટરમાં 4 ટકાનો વધારો જોવા મળ્યા બાદ આ અવધીમાં ઉપભોક્તા મૂલ્ય સૂચકાંક પણ 3.88 ટકા વધી ગયો.

આ પણ વાંચો- મોદીની મહત્વકાંક્ષી 'પ્રધાનમંત્રી આવાસ યોજના' અંતર્ગત અત્યાર સુધીમાં કેટલાં મકાન બન્યાં?

English summary
Falling food prices: A double edged sword
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X