For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Live: 10 દિવસની હડતાલ, ભોપાલમાં બોલ્યા ખેડૂતો, હડતાલની કોઈ અસર નહીં

ભારતીય કિસાન યુનિયન ઘ્વારા આજે એટલે કે 1 જૂન થી 10 જૂન સુધી હડતાલની ઘોષણા કરવામાં આવી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ભારતીય કિસાન યુનિયન ઘ્વારા આજે એટલે કે 1 જૂન થી 10 જૂન સુધી હડતાલની ઘોષણા કરવામાં આવી છે. ખેડૂતો ઘ્વારા દૂધ, શાકભાજી અને અનાજ જેવી કૃષિ ઉત્પાદનો બંધ કરવા માટે એલાન કરવામાં આવ્યું છે. દેશના લગભગ 22 રાજ્યોમાં 130 જેટલા સંગઠનો ઘ્વારા આ બંધનું સમર્થન કરવામાં આવ્યું છે. જેને કારણે લોકોને શાકભાજી અને દૂધની સમસ્યા આવી શકે છે.

Farmers Protest

ઇન્ડિયન ફાર્મર્સ એસોસિયેશન રાષ્ટ્રીય પ્રધાન સતનામ સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે બંધ દરમિયાન ખેડૂતો દૂધ, શાકભાજી અને અનાજ જેવી વસ્તુઓ શહેરમાં નહીં વેચે અને બજાર થી ખરીદશે પણ નહીં. તેમને જણાવ્યું કે સરકારની નીતિઓથી પરેશાન ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે.

Newest First Oldest First
4:25 PM, 1 Jun

મધ્યપ્રદેશ: માલવા નિમાડ વિસ્તારમાં ખેડૂતોના આંદોલનનો કોઈ જ અસર નથી. દૂધ સપ્લાય પર ગામ બંધનો મામૂલી અસર જોવા મળ્યો.
4:23 PM, 1 Jun

ભોપાલમાં ખેડૂતો ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ હડતાલનો હિસ્સો નથી. હડતાલ પાછળ રાજનૈતિક દળોનું ષડયંત્ર છે. અહીં બધું જ નોર્મલ છે કોઈ જ પરેશાની નથી.
1:05 PM, 1 Jun

હડતાલ દરમિયાન પંજાબના લુધિયાણામાં રસ્તા પર દૂધની નદીઓ વહી, ખેડૂતો ઘ્વારા ફેંકવામાં આવ્યું દૂધ.
12:28 PM, 1 Jun

10 જૂન સુધી રહેશે ભારત બંધ. બધા જ વેપારીઓને અપીલ, પોતાની દુકાનો 10 જૂન બપોરે 2 વાગ્યા સુધી બંધ રાખો અને ગયા વર્ષે જીવ ગુમાવનાર ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપો: શિવકુમાર શર્મા
12:25 PM, 1 Jun

રાષ્ટ્રીય કિસાન મજદૂર મહાસંઘના અધ્યક્ષ શિવકુમાર શર્માનું નિવેદન, 130 સંગઠનો અમારી સાથે છે. આ એક દેશવ્યાપી આંદોલન છે. જેનું નામ 'ગાંવ બંધ' છે. અમે લોકો શહેરમાં નહીં જઈએ. જેથી તેમની દિનચર્યા પ્રભાવિત થાય.
11:34 AM, 1 Jun

મધ્યપ્રદેશ: ખેડૂતોની 10 દિવસની હડતાલ. શાકભાજી, દૂધ અને અનાજની સપ્લાય નહીં કરે. મંદસોરમાં ભારે સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી
11:28 AM, 1 Jun

શાકભાજી ખેડૂતોએ હડતાળમાં જોડાવવા માટે વાત કહી, દૂધ ઉત્પાદકો નહીં જોડાય. દૂધના ખેડૂતો ઘ્વારા સરકાર પાસે સુરક્ષા માટે માંગ કરી

English summary
10-Day Farmers Protest Live Updates in Gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X