For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ત્રણ વર્ષ પહેલા ખરીદેલા વાહનો માટે FASTag ફરજીયાત, આ નિયમ જાણી લો

દેશમાં ટોલ ટેક્સની ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવા માટે FASTagને ફરજીયાત કરવા જઈ રહ્યું છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી। દેશમાં ટોલ ટેક્સની ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવા માટે FASTagને ફરજીયાત કરવા જઈ રહ્યું છે. એટલે કે હવે ફાસ્ટેગ વિનાની ગાડી રસ્તા પર નહિ દોડી શકે. કેન્દ્ર સરકારે આને લઈ પ્રસ્તાવ રજૂ કર્યો છે, જેમાં કહ્યું છે કે ડિસેમ્બર 2017થી પહેલા ખરીદેલા તમામ વાહનોમાં ફાસ્ટેગ ફરજીયાત કરી દીધું છે. આ સંબંધમાં રોડ પરિવહન તરફથી એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જે મુજબ નિયમોમાં સંશોધન કરાયા બાદ 1 જાન્યુઆરી 2021થી તમામ જૂના વાહનો માટે ફાસ્ટેગ લેવું ફરજીયાત હશે.

થર્ડ પાર્ટી વીમા માટે પણ ફાસ્ટેગ જરૂરી

થર્ડ પાર્ટી વીમા માટે પણ ફાસ્ટેગ જરૂરી

આ ઉપરાંત આને ગાડીના વીમા સાથે જોડવામાં આવી રહ્યું છે. જાણકારી મુજબ એપ્રિલ 2021થી થર્ડ પાર્ટી વીમા માટે ફાસ્ટેગ ફરજીયાત હશે. આંકડા જણાવે છે કે અત્યાર સુધી 1.5 કરોડ ફાસ્ટેગનું વેચાણ થયું છે. આની સાથે જ ટ્રાન્સપોર્ટ વાહનો માટે ફિટનેસ સર્ટિફિકેટ લેવું હોય તો પણ ફાસ્ટેગ જરૂરી કરી દેવામાં આવ્યું છે. પોતાના એક નિવેદનમાં રોડ પરિવહન અને રાજ્યમાર્ગ મંત્રાલયે કહ્યું કે જે વાહન 1 ડિસેમ્બર 2017થી પહેલા વેચાયા છે, તેના માટે ફાસ્ટેગ ફરજીયાત કરવા હેતુસર હિતધારકો પાસેથી ઉકેલો લેવા માટે ડ્રાફ્ટ અધિસૂચના જાહેર કરવામાં આવી છે. સરકારે પ્રસ્તાવ રાખ્યો છે કે સેંટ્રોલ મોટર વ્હીકલ્સ રૂલ્સ, 1989માં સંશોધિત પ્રાવધાનોને 2021થી લાગૂ કરી દેવામાં આવશે.

ફાસ્ટેગ કેવી રીતે લઈ શકો

ફાસ્ટેગ કેવી રીતે લઈ શકો

હવે પાસ્ટેગ ક્યાંથી મેળવવું તે વિશે વાત કરીએ તો તેને વાહન નિર્માતા અથવા તો તેના ડીલર પાસેથી મેળવી શકાય છે. ફાસ્ટેગ રાષ્ટ્રીય ઈલેક્ટ્રોનિક ટોલ સંગ્રહ કાર્યક્રમથી અધિકૃત બેંકો પાસેથી પણ મેળવી શકો. અથવા તો બેંકથી ઑફલાઈન પણ લઈ શકાય છે. જો ઈચ્છો તો તમે ઓનલાઈન અરજી કરીને પણ ફાસ્ટેગ મેળવી શકો છો. જો કે તેની પ્રક્રિયા અલગ અલગ બેંકોના હિસાબે થોડી અલગ હોય શકે છે. જણાવી દઈએ કે નેશનલ પરમિટ વાળા વાહનો માટે 1 ઓક્ટોબર 2019થી ફાસ્ટેગ ફરજીયાત કરવામાં આવ્યું છે.

ફાસ્ટેગ જરૂરી કેમ છે?

ફાસ્ટેગ જરૂરી કેમ છે?

ફાસ્ટેગ વાહનો માટે હવે બહુ જરૂરી થઈ ગયું છે. તેના ઘણા ફાયદા છે. તેનાથી તમારી ગાડી ચોરી થયા બાદ પણ તમને તમારી ગાડીનું લોકેશન મળી જશે. એવું એટલા માટે કે જો કોઈ તમારી ગાડી ચોરી કરી લે છે તો જ્યાંપણ તે ટોલ ટેક્સ ભરશે ત્યાંથી સીધા તમારા ફોનમાં ટોલ ટેક્સ કપાવાનો મેસેજ આવી જશે. અથવા તો તમારી ઈમેલ આઈડી પર અલર્ટ આવી જશે. આવા કેટલાય મામલા સામે પણ આવ્યા છે, જેમાં ચોરીની ગાડી ટોલ ટેક્સથી પસાર થયા બાદ માલિકને પરત મળી હોય. એવું એટલા માટે પણ શક્ય બન્યું છે કેમ કે ફાસ્ટેગ એક એવું ડિવાઈસ છે જેમાં રેડિયો ફ્રિક્વંસી આઈડેંટિફિશન ટેક્નિકનો ઉપયોગ થાય છે. તેને ગાડીની વિંડસ્ક્રીન પર લગાવી દેવામાં આવે છે. ડ્રાઈવરને ટોલ પ્લાજા પર ઉભુ રહેવું નથી પડતું અને આસાનીથી ડિજિટલ ચૂકવણી થઈ જાય ચે. ટોલ પ્લાઝા પર ફાસ્ટેગને સ્કેન કરવા માટે સ્કેનરની વ્યવસ્થા હોય છે. જ્યારે ટોલ ટેક્સની ચૂકવણી સીધી સેવિંગ અકાઉન્ટ અથવા પ્રીપેડ અકાઉન્ટથી થાય છે.

JEE Mains Exam: પહેલા 3 દિવસ પરીક્ષા કેન્દ્ર પર નથી પહોંચ્યા 25% છાત્રોJEE Mains Exam: પહેલા 3 દિવસ પરીક્ષા કેન્દ્ર પર નથી પહોંચ્યા 25% છાત્રો

English summary
FASTag is compolsury for vehicle bought after 2017
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X