For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મલ્ટિ બ્રાન્ડ રિટેલ ક્ષેત્રે એફડીઆઈનો નિર્ણય ઉતાવળિયો : ભાજપ

|
Google Oneindia Gujarati News

ravi shankar prasad
15 સપ્ટેમ્બર: મલ્ટી બ્રાંડ રિટેલમા 51 ટકા સીધા વિદેશી રોકાણનો 'ઉતાવળે' નિર્ણય લેવાના યુપીએ સરકારના નિર્ણયની આકરી ટિકા કરતા ભાજપએ આરોપ કર્યો હતો કે વિરોધ પક્ષના વિરોધ છતાં યુપીએ સરકારે વિદેશી પરિબળોના દબાણ હેઠળ આ નિર્ણય લીધો છે અને રિટેલ ક્ષેત્ર ઉપર તેની માઠી અસર થશે.

યુપીએ સરકારના ઘટક પક્ષો સહિત ભાજપના નેજા હેઠળના વિપક્ષોએ એફ્ડીઆઇનો સખત વિરોધ કર્યો હોવા છતા કેન્દ્ર સરકારે ઉતાવળે આ નિર્ણય લેતા રિટેલ ક્ષેત્ર સાથે સંકળાયેલા આશરે 5 કરોડ નાગરિકો ઉપર તેની માઠી અસર પડશે, એમ ભાજપના મુખ્ય પ્રવક્તા રવિશંકર પ્રસાદે અહિ જણાવ્યુ હતુ.

મુખ્ય વિપક્ષ ભાજપનુ માંનવુ છે કે આ નિર્ણય વિદેશી પરિબળોના દબાણ હેઠળ લેવાયો છે અને તેથી ભારતને કોઇ નક્કર લાભ નહીં થાય. અમેરિકા અને યુરોપમા ભારતથી થતા આઉટ સોર્સિંગના કારણે તે દેશોમા ભારે વિવાદ ચાલે છે તેથી મનમોહન સરકારે ભારત માટે કોઇ નક્કર વચન ન લેતા રિટેલ એફ્ડીઆઇ ક્ષેત્રે ઉતાવળે નિર્ણય લઈ લીધો, એમ પ્રસાદે જણાવ્યુ હતુ.

તેમણે ભારપૂર્વક જણાવ્યુ હતુ કે સરકારે સંસદના બંને ગૃહને ખાતરી આપી હતી કે વિપક્ષ અને અન્ય તમામ સંબંધિતો સાથે વ્યાપક ચર્ચા કર્યા પછી જ આ બાબતે નિર્ણય લેવાશે. આ પ્રકારે ઉતાવળે નિર્ણય લેવાતા વિશેષાધિકાર ભંગ પણ થઈ શકે છે, એવો આરોપ પ્રસાદે કર્યો હતો.

English summary
Attacking the government for its "hurried" decision allowing FDI in multibrand retail,BJP alleged
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X