રસપ્રદ માહિતીઃ જામનગરમાં ‘જામ’ તો ઉદેપુર થયું ‘છોટા’

Google Oneindia Gujarati News

ગુજરાતમાં 30મી એપ્રિલે લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. ચુંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણી લડનારા ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરી છે. અંતિમ યાદી પર નજર ફેરવવામાં આવે તો ઉક્ત હેડિંગ યોગ્ય ઠરે છે. રાજ્યની જામનગર બેઠક એવી છેકે જ્યાં સૌથી વધુ ઉમેદવારો મેદાને છે અને આ આંકડો 25નો છે, જેને જોઇને કહી શકાય કે જામનગરમાં ઉમેદવારોનું ‘જામ' છે, તો બીજી તરફ છોટાઉદેપુર એવી બેઠક છેકે જેમાં માત્ર ચાર ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે, જે દર્શાવે છેકે ઉમેદવારોની દૃષ્ટિએ છોટાઉદેપુર ‘છોટા' થઇ ગયું છે.

સૌથી વધુ ઉમેદવારો કઇ પાર્ટીના

સૌથી વધુ ઉમેદવારો કઇ પાર્ટીએ ઉભા રાખ્યા છે અંગે વાત કરવામાં આવે તો, રાષ્ટ્રની બે મોટી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ સૌથી વધુ ઉમેદવારો ઉભા રાખ્યા છે. ભાજપને તમામ 26 બેઠકો પર તો કોંગ્રેસે 25 બેઠકો પર ઉમેદાવારો ઉભા રાખ્યા છે, જ્યારે પોરબંદર બેઠક પર કોંગ્રેસા સાથી દળ એનસીપીએ ઉમેદવાર ઉભો રાખ્યો છે.

કેટલી પાર્ટી મેદાનમાં

હવે કેટલી પાર્ટીઓ આ વખતે ગુજરાતની 26 બેઠકો પરથી લોકસભા ચૂંટણી લડી રહી છે,તેની પર નજર ફેરવીએ તો, 32 પાર્ટીઓ ચૂંટણી લડી રહી છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, બહુજન મુક્તિ પાર્ટી, સમાજવાદી પાર્ટી, એનસીપી, જેડીયુ, આરપીઆઇ એકતાવાદી, ભારતીય નેશનલ જનતાદળ, વિશ્વ હિન્દુસ્તાની સંગઠન, હિન્દુસ્તાન જનતા પાર્ટી, રાષ્ટ્ર વિકાસ ઝુંબેશ પાર્ટી, નેશનલ યુથ પાર્ટી, લોકતાંત્રિક રાષ્ટ્રવાદી પાર્ટી, અખિલ ભારતીય કોંગ્રેસ દળ, બહુજન સુરક્ષા દળ, પ્રજાતંત્ર આધાર પાર્ટી, હિન્દુસ્તાન નિર્માણ દળ, લોકતાંત્રીક સમાજવાદી પાર્ટી, આરપીઆઇ ખોબ્રાગડે, આરપીઆઇ ગવઇ, રાષ્ટ્રીય કોમી એકતા પાર્ટી, યુવા સરકાર, રાષ્ટ્રીય સમાજ પક્ષ, અપના દેશ પાર્ટી, સીપીએમ, સીપીઆઇ, આદિવાસી સેના પાર્ટી, સોશિયલીસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા(એસયુસીઆઇ), ભારતીય બહુજન કોંગ્રેસ, વોટર્સ પાર્ટી મેદાને છે.

કેટલા અપક્ષ ઉમેદવારો

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પર કેટલા અપક્ષ ઉમેદવારો છે તેમના પર નજર ફેરવવામાં આવે તો કુલ 156 અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં સૌથી વધુ અપક્ષ ઉમેદવાર જામનગર બેઠકમાં છે. જામનગરમાં બેઠકમાં સૌથી વધારે 17 ઉમેદવારો છે.

કઇ બેઠકમાં સૌથી વધુ અને સૌથી ઓછા ઉમેદવારો

કઇ બેઠકમાં કેટલા ઉમેદવારો મેદાને છે, એ અંગે વાત કરવામાં આવે તો જામનગર લોકસભા બેઠક પર સૌથી વધુ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે. આ આંકડો 25નો છે. જ્યારે સૌથી ઓછા ઉમેદવારો છોટાઉદેપુર બેઠકમાં છે. છોટાઉદેપુર બેઠકની વાત કરવામાં આવે તો આ બેઠક પર ચાર ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે. બેઠકોની વાત કરીએ તો કચ્છ-5, બનાસકાંઠા-14, પાટણ-14, મહેસાણા-14, સાબરકાંઠા-10, ગાંધીનગર-18, અમદાવાદ પૂર્વ-14, અમદાવાદ પશ્ચિમ-11, સુરેન્દ્રનગર-17, રાજકોટ-15, પોરબંદર-14, જામનગર-25, જુનાગઢ-8, અમરેલી-14, ભાવનગર- 16, આણંદ-15, ખેડા- 15, પંચમહાલ- 12, દાહોદ- 10, વડોદરા- 8, છોટાઉદેપુર- 4, ભરૂચ- 14, બારડોલી- 10, સુરત- 8, નવસારી- 19, વલસાડ- 10. ચાલો તસવીરો થકી બેઠકોનો ચિતાર મેળવીએ.

કચ્છ

કચ્છ

કચ્છની વાત કરવામાં આવે તો અહી પાંચ ઉમેદવારો મેદાને છે.

બનાસકાંઠા

બનાસકાંઠા

બનાસકાંઠામાં 14 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે.

પાટણ

પાટણ

પાટણમાં 14 ઉમેદવારો મેદાને છે.

મહેસાણા

મહેસાણા

મહેસાણામાં 14 ઉમેદવારો મેદાને છે.

સાબરકાંઠા

સાબરકાંઠા

સાબરકાંઠામાં 10 ઉમેદવારો મેદાને છે.

ગાંધીનગર

ગાંધીનગર

ગાંધીનગરમાં 18 ઉમેદવારો મેદાને છે.

અમદાવાદ પૂર્વ

અમદાવાદ પૂર્વ

અમદાવાદ પૂર્વમાં 14 ઉમેદવારો મેદાને છે.

અમદાવાદ પશ્ચિમ

અમદાવાદ પશ્ચિમ

અમદાવાદ પશ્ચિમમાં 11 ઉમેદવારો મેદાને છે.

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં 17 ઉમેદવારો મેદાને છે.

રાજકોટ

રાજકોટ

રાજકોટમાં 15 ઉમેદવારો મેદાને છે.

પોરબંદર

પોરબંદર

પોરબંદરમાં 14 ઉમેદવારો મેદાને છે.

જામનગર

જામનગર

જામનગરમાં 25 ઉમેદવારો મેદાને છે.

જુનાગઢ

જુનાગઢ

જુનાગઢમાં 8 ઉમેદવારો મેદાને છે.

અમરેલી

અમરેલી

અમરેલીમાં 14 ઉમેદવારો મેદાને છે.

ભાવનગર

ભાવનગર

ભાવનગરમાં 16 ઉમેદવારો મેદાને છે.

આણંદ

આણંદ

આણંદમાં 15 ઉમેદવારો મેદાને છે.

ખેડા

ખેડા

ખેડામાં 15 ઉમેદવારો મેદાને છે.

પંચમહાલ

પંચમહાલ

પંચમહાલમાં 12 ઉમેદવારો મેદાને છે.

દાહોદ

દાહોદ

દાહોદમાં 10 ઉમેદવારો મેદાને છે.

વડોદરા

વડોદરા

વડોદરામાં 8 ઉમેદવારો મેદાને છે.

છોટા ઉદેપુર

છોટા ઉદેપુર

છોટા ઉદેપુરમાં 4 ઉમેદવારો મેદાને છે.

ભરૂચ

ભરૂચ

ભરૂચમાં 14 ઉમેદવારો મેદાને છે.

બારડોલી

બારડોલી

બારડોલીમાં 10 ઉમેદવારો મેદાને છે.

સુરત

સુરત

સુરતમાં 8 ઉમેદવારો મેદાને છે.

નવસારી

નવસારી

નવસારીમાં 19 ઉમેદવારો મેદાને છે.

વલસાડ

વલસાડ

વલસાડમાં 10 ઉમેદવારો મેદાને છે.

English summary
final list of contest of gujarat lok sabha constituency
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X