
દોઢ મહીના સુધી બંધક બનાવી મહિલા પર બળાત્કાર કરતો રહ્યો આ MLA!
બદાયૂં, 7 નવેમ્બર: દેશમાં સ્ત્રીઓ પરના અત્યાચારોમાં સૌથી વધારે ક્રૂર કોઇ વસ્તુ હોય તો તે છે બળાત્કાર. જે ઘટવાનું નામ નથી લેતું પરંતુ વિધિની વક્રતા તો જુઓ વિધાનસભા સુધી પહોંચેલો જનતાનો પ્રતિનિધિ જ જ્યારે મહિલા પર બળાત્કાર કરે તો કોને ફરિયાદ કરવી?
આ મામલો ઉત્તર પ્રદેશના બદાયૂંનો છે. અત્રે સત્તા પર બેઠેલી સમાજવાદી પાર્ટીના એમએલએ ઓમકાર સિંહ યાદવ પર એક મહિલા પર બળાત્કાર કરવાનો આરોપ લાગ્યો છે. ત્યારબાદ ધારાસભ્ય યાદવની વિરુદ્ધ એફઆઇઆર પણ નોંધી લેવામાં આવી છે.
પોલીસ અધિકારી સંતોષ કુમાર સિંહે જણાવ્યું કે બદાયૂં કે મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટના નિર્દેશ અનુસાર ગુરુવારે રાત્રે સહસવાન પોલીસ સ્ટેશનમાં સ્થાનીય સપા વિધાયક ઓમકાર સિંહય યાદવ, તેમના સાળા જુગેંદ્ર સિંહ અને સહસવાનના જ સબ રજિસ્ટ્રાર વિમલ કુમાર શુક્લા સહિત કુલ છ લોકોની વિરુદ્ધ કેસ નોંધી લેવામાં આવ્યો છે.
પોલીસે જણાવ્યું કે મહિલાના ભત્રિજા બનવારીએ ફરિયાદ કરી હતી કે જરીફનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ગામમાં એકલી રહેતી તેની મામીનો 17 જુલાઇ 2013ના રોજ અપહરણ કરી લેવામાં આવ્યું હતું. તેને દોઢ મહીના સુધી બંધક બનાવીને રાખવામાં આવી. આ દરમિયાન મહિલાની સાથે સતત બળાત્કાર કરવામાં આવ્યો.આ ઉપરાંત વિધાયકે જબરદસ્તી તેની પાસે અંગૂઠો લગાવડાવીને તેની જમીન તેના કોઇ સગાના નામે કરાવી લીધી હતી. પોલીસે જણાવ્યું કે મહિલાને બંધક બનાવ્યા બાદ તેને છોડવા માટે પચાસ હજારની ફીરોતીની રકમ માંગી હતી.