કોલકાતાની મેડિકલ કોલેજમાં લાગી ભીષણ આગ, 250 લોકોને સુરક્ષિત બહાર કઢાયા

કોલકાતાની મેડિકલ કોલેજમાં લાગી ભીષણ આગ, 250 લોકોને સુરક્ષિત બહાર કઢાયા

કોલકાતાઃ પશ્ચિમ બંગાળની કોલકાતા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સવારે ભીષણ આગ લાગતાં હડકંપ મચ્યો હતો. ફાર્મસીવાળી બિલ્ડિંગમાં આગ લાગી હતી. સવારે 8 વાગ્યે જ્યારે બિલ્ડિંગમાંથી ધુમાડા નીકળવા લાગ્યા ત્યારે તુરંત ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. સેન્ટ્રલ કોલકાતા સ્થિત આ કોલેજ અને હોસ્પિટલમાંથી 250 જેટલા દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે. ફાયર ફાઈટર વિભાગની 10 ગાડી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. ઘટનાને પગલે કોઈપણ પ્રકારની જાનહાની થઈ હોવાના અહેવાલ મળ્યા નથી.

fire

કોલકાતાની મેડિકલ કોલેજ અને હોસ્પિટલની ફાર્મસીમાં બુધવારે સવારે ભીષણ આગ લાગી હતી. ફાયર બ્રિગેડ મુજબ સવારે 7.49 વાગ્યે ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી હતી. આગ લાગવા પાછળ શું કારણ હતું, તે અંગેની જાણકારી હજુ સુધી મળી નથી. આગની ખબર મળતા સમગ્ર હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ મચ્યો છે. તુરંત ફાયર વિભાગને બોલાવી લેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો- અત્યારસુધીના સૌથી નીચલા સ્તરે રૂપિયો, 73.33 રૂપિયા પ્રતિ ડોલર

ફાયર ફાઈટરે અત્યાર સુધીમાં હોસ્પિટલમાંથી 250 જેટલા દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા છે. તમામ દર્દીઓને એમ્બ્યુલન્સ દ્વારા બીજા હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે કેટલાક દર્દીઓને ત્યાં જમીન પર જ સુવડાવવામાં આવ્યા છે. હોસ્પિટલમાં બચાવ કાર્ય ચાલુ છે.

આ પણ વાંચો- ACમાંથી ગેસ લીક થતાં એકજ પરિવારના 3 સભ્યોનાં મોત

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X