આગ્રામાં મકાનમાં લાગી આગ, 10ના મોત

મળતી માહિતી અનુસાર આગ્રાના સદર સ્થિત અંતરગત અસેવલા જાટમાં બ્રજ કિશોર અગ્રવાલ પોતાના ચાર પુત્રો અને પત્ની સાથે રહેતા હતા. મકાનના નીચેના માળે તેમનો પેન્ટનો વ્યવસાય હતો. મોડી રાત્રે લાઇટ જતા ઘરમાં દીપ સળગાવ્યો હતો. જેના કારણે આખા ઘરમાં આગ લાગી હતી. જોત-જોતામાં બે ભાઇઓનો પરિવાર આગની ઝપેટમાં આવી ગયો.
આગની જાણકારી પાડોશીએ પોલીસને આપી. પોલીસે તુરત ફાયર બ્રિગેડને ઘટનાથી અવગત કર્યું હતું. ફાયર બ્રિગેડના જવાનોએ મહામુશ્કેલી બાદ આગ પર કાબૂ મેળવ્યો પરંતુ ત્યાં સુધીમાં 10 લોકોના મોત નિપજી ગયા હતા. પોલીસે મકાનમાંથી બે લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. મૃતકોમાં બે સગાભાઇઓનો પરિવાર છે. જેમાં છ બાળકો પણ છે.
મૃતકોના નામ મહેશ ચંદ(40), તેમના પત્ની શારદા(38), પુત્ર હિમાંશુ(18) શુભમ(14), પુત્રી વર્ષા(16), રાકેશ(38) તેમના પત્ની(35), પુત્ર અંકિત(13), પીયૂષ(10), પુત્રી પ્રાચી(8).












Click it and Unblock the Notifications
